નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ મંગળવારે રાત્રે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વન ડેમાં 8 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. 251 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે 49.3 ઓવરમાં 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કોહલીએ 116 રનની ઈનિંગ રમતાં ટીમ ઈન્ડિયા 250 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

વાંચોઃ 50મી ઓવર નહીં, ધોની-રોહિતના આ ડિસીઝનથી જીત્યા મેચ, કોહલીએ કર્યો ટર્નિંગ પૉઇન્ટનો ખુલાસો

કોહલીની આ ઇનિંગની વાહવાહી થઈ રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ કોહલીને નવું ઉપનામ આપ્યું હતું. જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘શાનદાર પ્રદર્શન, અપેક્ષા પ્રમાણેનું ટીમ વર્ક.’


કોહલીના આ ટ્વિટને રિટ્વિટ કરી કેવિન પીટરસને તેને કિંગ બડી નામ આપ્યું હતું.

INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video

વાંચોઃ ટીમ ઈન્ડિયાની વન ડેમાં 500મી જીતના આ 5 ખેલાડી રહ્યા હીરો, જાણો કોણ કોણ છે