નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરદ્ધ બીજા વનડે મેચમાં આઠ રનથી મળેલી રોમાંચક જીત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચોર્કરમેન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ખૂબ વખાણ કર્યા. કેપ્ટન કોહલીએ બુમરાહને ચેમ્પિયન ગણાવ્યો અને કહ્યું કે, ટીમમાં બુમરાહના રહેવાથી તે ખુશ છે. આ જીત બાદ ભારત પાંચ મેચની વનડે સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
કોહલીએ મેચ બાદ કહ્યું કે, “વિજય શંકરે બોલિંગ સ્ટમ્પ ટૂ સ્ટમ્પ કરી અને આ ફોર્મ્યૂલા પણ કામ આવી. રોહિત સાથે વાત કરવી હંમેશા સારું રહે છે. ધોની તો સાથે હોય જ છે. અમે બોલરો સાથે પણ વાત કરતા હોઈએ છીએ. તે બધા એક જેવું વિચારતા હોય છે. બુમરાહે જે રીતે એક ઓવરમાં બે વિકેટ ઝડપી અને મેચમાં અમારી વાપસી કરાવી જે શાનદાર રહી. બુમરાહ એક ચેમ્પિયન છે અને તેના આપણી ટીમમાં રહેવાથી ખૂબ જ ખુશ છું.”
બુમરાહે મેચમાં 10 ઓવરમાં 29 રન આપીને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆુટ થઈ ગઈ હતી અને બાદમાં ઓસ્ટ્રેલિયાએ 49.3 ઓવરમાં 242 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું.
IND vs AUS: બીજા વન-ડેમાં જીત બાદ કેપ્ટન કોહલીએ આ ખેલાડીને ગણાવ્યો ચેમ્પિયન
abpasmita.in
Updated at:
06 Mar 2019 02:41 PM (IST)
Cricket - Sri Lanka v India - Third One Day International Match - Pallekele, Sri Lanka - August 27, 2017 - India's Jasprit Bumrah celebrates with captain Virat Kohli after taking the wicket of Sri Lanka's Milinda Siriwardana. REUTERS/Dinuka Liyanawatte
- - - - - - - - - Advertisement - - - - - - - - -