U 19 વર્લ્ડ કપઃ ભારતીય ટીમની જીતમાં ‘દીવાલ’નો મહત્વનો રોલ, સચિન-ગાંગુલીનો છે ખાસ
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની દીવાલ ગણાતા પૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે મજબૂત પાયો ઉભો કર્યો છે. દ્રવિડ આ ટીમના કોચ હતા અને તેના માર્ગદર્શનમાં જ ટીમે ચોથી વખત અંડર-18 વિશ્વકપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ જીતવા પર બીસીસીઆઈ દ્વારા અંજર-19ની ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ વિજેતા બન્યા બાદ રાહુલ દ્રવિડે કહ્યું કે, છોકરાઓની ઉપલબ્ધિ પર મને ગર્વ છે. અમે છેલ્લા 14 મહિનામાં આ માટે જે પ્રયત્ન કર્યા તે સારા રહ્યા. પૃથ્વીની ટીમ જીતની હકદાર હતી.
ટુર્નામેન્ટમાં 372 રન બનાવી મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ મેળવનારા શુભમન ગિલે કહ્યું કે, મને મારી ટીમ પર ગર્વ છે. રાહુલ દ્રવિડ જેવા કોચ મળવા બદલ અમે ઘણા નસીબદારી છીએ. તેઓ મારી ગેમ અંગે પૂછતા હતા અને મેદાન પર કઇંક કરી બતાવવા પ્રેરણા આપતા હતા.
રાહુલ અંડર-19 ટીમ ઉપરાંત ભારતની એ ટીમના પણ કોચ છે અને તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા રાહુલનો કોન્ટ્રાક્ટ 2 વર્ષ વધારવામાં આવ્યો છે. સચિન, ગાંગુલી અને લક્ષ્મણની સમિતિએ કોચ તરીકે દ્રવિડને યોગ્ય માન્યો હતો.
બીસીસીઆઈ દ્વારા કોઇ ખેલાડીના બદલે યુવાઓને તૈયાર કરવાની જવાબદારી રાહુલ દ્રવિડને આપી હતી. આ ફેંસલાને દ્રવિડે સાચો સાબિત કર્યો. ટેસ્ટ ક્રિકેટમાં દ્રવિડનું ધૈર્ય અને વનડેમાં આક્રમકતાના પરિણામે જ અંડર-19 ટીમે તેની પાસેથા આ ગુણો શીખીને ખિતાબ તેના નામે કર્યો.
ઘણા ક્રિકેટરો, રાજકીય નેતાઓ, સેલિબ્રિટી દ્વારા ટીમ ઈન્ડિયા સહિત રાહુલ દ્રવિડને પણ જીતની શુભકામના પાઠવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -