વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીતના આ રહ્યા હિરો, એક ગુજરાતીનો પણ સમાવેશ
નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હરાવી ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આપેલા 217 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ બે વિકેટના નુકસાન પર 38.5 ઓવરમાં 220 રન બનાવી લીધા હતા. ભારત ચોથી વખત અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું. ભારત તરફથી મનજોત કાલરાએ અણનમ 102 રન ફટકાર્યા હતા. જ્યારે હાર્વિક દેસાઇએ અણનમ 47 રન ફટકાર્યા હતા. શાનદાર સદી બદલ મનજોતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે સમગ્ર ટુનામેન્ટમાં શાનદાર પ્રદર્શન બદલ શુભમાન ગીલને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો. તે સિવાય પૃથ્વી શોએ 29 અને શુભમાન ગીલે 31 રન ફટકાર્યા હતા. જ્યારે પોવેલ, શિવા સિંઘ, નગરકોટી અને રોયે બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે શિવગામ માવીએ એક વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડકપની ફાઇનલમાં બે વિકેટ ઝડપનારા અનુકુલ રોયે પણ જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આખી ટુનામેન્ટ દરમિયાન અન્ય ટીમો પર ટીમ ઇન્ડિયા રોયને કારણે જીતમાં રહી હતી. રોયે આ ટુનામેન્ટમાં 14 વિકેટ ઝડપી હતી. જે ટુનામેન્ટમાં સૌથી વધુ વિકેટ છે.
ભારતીય ટીમના સ્પીડ સ્ટાર કમલેશ નાગરકોટીએ વર્લ્ડકપ દરમિયાન 150ની સ્પીડથી બોલિંગ કરી હતી. તેણે ફાઇનલમાં બે વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયન બેટિંગની કમરત તોડી નાખી હતી. તેણે છ મેચમાં 9 વિકેટ પોતાના નામે કરી હતી. કમલેશ નાગરકોટી રાજસ્થાનના બાડમેરનો રહેવાશી છે અને તે 18 વર્ષનો છે. નાગરકોટીની આઈપીએલમાં ખૂબ જ ડિમાંડ હતી. ફાઇનલમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરી શિવમ માવીએ નાગરકોટીને પુરો સાથ આપ્યો હતો. તેણે ટુનામેન્ટ દરમિયાન 9 વિકેટ ઝડપ્યા હતા.
હાર્વિક દેસાઈ- ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના વિજયમાં હાર્વિક દેસાઇનો પણ હાર્વિક દેસાઈ ગુજરાતના ભાવનગરનો રહેવાશી છે અને હાલ તે 18 વર્ષનો છે. હાર્નિક વિકેટ કિપર અને બેટ્સમેન પણ છે. તેણે સૌરાષ્ટ્ર તરફથી પણ ઘણી મેચ રમી છે. આ વર્લ્ડ કપમાં તેણે ચાર મેચ રમી છે અને તેનું પ્રદર્શન સારૂ રહ્યું છે.
પૃથ્વી શૌ ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને તે ઠાણેનો રહેવાસી છે. વર્લ્ડ કપમાં તેણે પાકિસ્તાન સામે 41, બાંગ્લાદેશ સામે 40, ઓસ્ટ્રેલિયા સામે 94 રન બનાવ્યા હતા. પૃથ્વી શો 2013માં પોતાની 546 રનની ઈનિંગના કારણે ચર્ચામાં આવ્યો હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9 મેચ રમી છે, જેમાં 961 રન બનાવ્યા છે. તેનો સર્વક્ષેષ્ઠ સ્કોર 154 રન છે.
મનજોત કાલરા- ફાઇનલમાં અણનમ સદી ફટકારી ટીમ ઇન્ડિયાને સરળ જીત અપાવનારા મનજોત કાલરાનું પ્રદર્શન ટુનામેન્ટ દરમિયાન શાનદાર રહ્યું હતું. મનજોતે આ વર્લ્ડ કપમાં સૌથી મોટી ઈનિંગ 86 રનની રમી હતી. જે તેણે ઓસ્ટ્રલિયા સામે ફટકાર્યા હતા. દિલ્હીના રહેવાસી મનજોત 19 વર્ષનો છે. તે પહેલા દિલ્લી તરફથી રમતો હતો.
ઈશાન પોરેલ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને તે 19 વર્ષનો છે. બોલર પોરેલે આ વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ચાર મેચમાં 8 વિકેટ ઝડપી ચુક્યો છે, જેમાં બે મેચમાં તેણે ચાર વિકેટ મેળવી હતી.
શુભમ ગિલ- વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે 102 રનની આક્રમક ઇનિંગ રમી ચર્ચામાં આવેલા શુભમાન ગિલે ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ગિલે ફાઇનલમાં 31 રન બનાવ્યા હતા. ગિલે ટુનામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા સ્થાન પર છે. તેણે છ મેચમાં કુલ 372 રન બનાવ્યા છે. શુભમ ગિલ પંજાબના ફજિલ્કાનો રહેવાસી છે અને તે 18 વર્ષનો છે. તેણે અંડર 19 સાથે પંજાબ અંડર 16 અને 19 સાથે પણ મેચ રમ્યા છે. આ વર્લ્ડ કપમાં તેણે પાકિસ્તાન સામે 102 રન, બાંગ્લાદેશે 86 અને ઓસ્ટ્રેલિયા સામે 63 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -