ભારત તરફથી વન ડે રમનારો 222મો ખેલાડી બન્યો ખલીલ અહમદ, પિતા છે કમ્પાઉન્ડર, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરા ગામમાં જન્મેલા ખલીલ અહમદે અત્યાર સુધી 17 લિસ્ટ એ મેચ રમી છે. જેમાં 29 વિકેટ લીધી છે. ખલીલના પિતા ટોંક જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છે. તે તેના દીકરાને ભણાવીને ડોક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કોચ ઈમ્તિયાઝે મનાવ્યા બાદ તેના પિતા ક્રિકેટર બનાવવા સહમત થયા હતા.
ખલીલ પ્રતિભાને નિખારવામાં રાહુલ દ્રવિડનો મોટો હાથ છે. ખલીલે ઈન્ડિયા-એ અને અંડર-19માં દ્રવિડની દેખરેખમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. ખલીલ એનસીએમાં ટ્રેનિંગ લે છે અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે. ભારતના પૂર્વ સ્ટાર બોલર ઝહીર ખાને પણ ખલીલ અહમદની પ્રશંસા કરતાં તેને પ્રતિભાશાળી બોલર ગણાવ્યો છે.
ઈન્ડિયા-એ વતી રમતાં ખલીલે કરેલા શાનદાર પ્રદર્શન બદલ તેનો સીનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈપીએલમાં ખલીલને 2016માં દિલ્હી ડેરડેવિલ્સે 10 લાખમાં ખરીદ્યો હતો. આ સમયે દ્રવિડ દિલ્હીની ટીમનો મેન્ટર હતો. ત્યારથી જ દ્રવિડની નજર તેના પર હતી. 2018માં સનરાઇઝર્સે હૈદરાબાદે તેને 3 કરોડ 20 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.
ખલીલે એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે, તેણે ઝહીર ખાનને બોલિંગ કરતો જોઈને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેની બોલિંગ એક્શન પણ ઝહીરને મળતી આવે છે. તાજેતરમાં જ તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા એ વતી રમતા 5 મેચમાં 8 વિકેટ લઈ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
ખલીલ અહમદની ખાસિયત તેની સ્પીડ અને લાઇન લેન્થ છે. તે 145 કિમી/કલાકની સરેરાશ સ્પીડની બોલિંગ કરે છે. આ દરમિયાન બોલ પર તેનું નિયંત્રણ પણ શાનદાર રહે છે. 2018માં સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટની 10 મેચમાં 17 વિકેટ લઈને સૌથી વધારે વિકેટ લેનારા બોલરની યાદીમાં તે બીજા નંબરે હતો. તેણે 15.53ની સરેરાશ અને 13.77ના સ્ટ્રાઇક રેટથી બોલિંગ કરી હતી.
નવી દિલ્હીઃ આજે એશિયા કપમાં હોંગકોંગ સામે વનડેમાં ભારતીય ટીમમાં નવા ચહેરા તરીકે ખલીલ અહમદને સ્થાન આપવામાં આવ્યું છે. ખલીલ અહમદ ભારત તરફથી વનડે રમનારો 222મો ક્રિકેટર બની ગયો છે. ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાનને તેનો આદર્શ અને રાહુલ દ્રવિડને ગુરુ માને છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -