અમેરિકામાં ફ્લૉરેન્સ વાવાઝોડાનો કેર, 48 કલાકમાં 300 ઇંચ વરસાદથી 32 લોકોના મોત, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે વરસાદના કારણે અહીંની મોટાંભાગની નદીઓના પાણીના સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યા હતા. લુમ્બર નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે અહીંના રહેણાંક વિસ્તારોમાં 25 ફૂટ (300 ઇંચ) સુધી પાણી ભરાયા હતા.
નોર્થ કેરોલિનામાં પણ હવે વાવાઝોડાંના કારણે ઇતિહાસનું સૌથી વિનાશક પૂર આવવાની શક્યતાઓ છે. સ્થાનિક ઓથોરિટીએ સોમવારે અહીં 10 હજાર લોકોનું સ્થળાંતર કરાવ્યું છે.
અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિના સ્ટેટમાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે સોમવારે કેરોલિનાના નાના શહેરો છેલ્લાં 48 કલાકમાં થયેલા વરસાદના કારણે નાના ટાપુમાં ફેરવાઇ ગયા છે. અહીં છેલ્લાં 48 કલાકમાં 24 ઇંચ વરસાદ થયો છે.
વૉશિંગટનઃ અમેરિકાના પૂર્વીય તટ સ્થિત કેરોલિનામાં આવેલા ફ્લૉરેન્સ વાવાઝોડાથી અત્યાર સુધી 32 લોકોના મોત થઇ ચૂક્યા છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું કે, ફ્લૉરેન્સ વાવાઝોડુ હવે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇ ચૂક્યું છે.
વાવાઝોડાના કારણે ઉત્તરીય કેરેલિનામાં 25, જ્યારે દક્ષિણી કેરોલિનામાં 6 લોકોના મોત થયા છે. વરસાદ અને વાવાઝોડાના કારણે પાણી ભરાવવાથી બંધો તુટવા લાગ્યા છે અને અનેક જગ્યાએ ભૂસ્ખલનનો ખતરો તોળાઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -