શરમજનક હરકતઃ પોલાર્ડે સેન્ચુરીથી રોકવા માટે જાણીજોઈને ફેંક્યો નોબોલ
કેવિન લુઇસે પોતાની સદી પૂર્ણ ન કરી શકતા દુખ વ્યક્ત કર્યુ હતું. તેને કહ્યું, 'સદી ન ફટકારી શકવાનું દુખ છે પરંતુ હું 33 બોલમાં 97 રને અણનમ રહ્યો હતો. હું અન્ય કોઇ દિવસે સદી પૂર્ણ કરી લઇશ. મે નેટ્સ પર બોલને તાકાતથી વધુ મારવાની પ્રેક્ટિસ કરી હતી. હું ઘણા આત્મવિશ્વાસથી ભરપુર છું અને હવે પ્લે ઓફમાં રન બનાવવા માટે તૈયાર છું'
લુઇસ પોતાની સદી પૂરી કરી ન શકી માટે પોલાર્ડે જાણી જોઇને નો બોલ ફેક્યો હતો જેન કારણે તે સદી ચુકી ગયો હતો. પોલાર્ડની આ હરકતની ચારે તરફ ટીકા થઇ રહી છે. લુઇસે 300થી વધુના સ્ટ્રાઇક રેટથી 33 બોલમાં 97 રન બનાવી અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેને 11 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે ગેલ 14 બોલમાં 1 સિકસર અને 3 ફોર સાથે 22 રને અણનમ રહ્યો હતો. આ મેચ સેન્ટ કિટ્સ 10 વિકેટે જીતી ગયુ હતું.
બારબાડોસના 129 રનના પડકારનો પીછો કરતા સેન્ટ કિટ્સનો ઓપનર બેટ્સમેન લુઇસ જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. લુઇસે માત્ર 32 બોલમાં 97 રન બનાવી ટીમને જીતની નજીક પહોચાડી હતી. જ્યારે સેન્ટ કિટ્સને 1 રનની જરૂર હતી તે દરમિયાન લુઇસ 97 રને રમી રહ્યો હતો અને બોલિંગ પોલાર્ડ કરતો હતો.
નવી દિલ્હીઃ નકારાત્મક ક્રિકેટના અનેક ઉદાહરણ છે, જે હંમેશા ફેન્સને ચોંકાવી દે છે. આવું જ કંઈક વેસ્ટ ઇન્ડિઝના કીરોન પોલાર્ડના નામે જોડાઈ ગયું છે. તેમની શરમજનક હરકત હાલમાં ચર્ચાનો વિષય બની છે. પોલાર્ડે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)માં એવિન લુઈસને ઝડપી સેન્ચુરી બનાવવાથી રોકવા માટે જાણીજોઈને નોબોલ નાંખ્યો.