બે-બેવાર ચેમ્પિયન બનાવનારા ગંભીરને આ કારણે કોલકત્તાએ ના ખરીદ્યો, જાણો વિગતે
નોંધનીય છે કે, કેકેઆરે આ વખતે સુનિલ નરેન, દિનેશ કાર્તિક, રૉબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, ક્રિસ લિન, આંદ્ર રસેલ, મિશેલ સ્ટાર્ક, શુભમ ગિલ, ઇશાંક જગ્ગી અને કમલેશ નગરકોટી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિન્કી મૈસુરે કહ્યું કે, ગોતમ તેમના પ્લાનનો ભાગ હતા, પણ ગંભીરે જાતે જ તેમને કહ્યું કે તેમને આરટીએમ દ્વારા પણ ના ખરીદતા. તેમને ગૌતમને તેના ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.
કેકેઆરે ગૌતમ ગંભીર માટે રાઇટ ટુ મેચનો પણ યૂઝ ના કર્યો, જેનું કારણ થોડુ જુદુ છે. કેકેઆરના સીઇઓ વિન્કી મૈસુરે આ અંગે જણાવ્યું કે, ગોત્તમ ગંભીર જાતે જ કેકેઆરથી અલગ થવા માંગતા હતા, જેના કારણે તેમને કેકેઆરની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માં આઇપીએલનો તાજ કોલકત્તાના માથા પહેરાવનાર કેપ્ટન ગંભીરને હવે દિલ્હી ડેરડેવિલ્સે 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે, પણ કેકેઆરે ખરીદવાની કોઇજ તાકાત લગાવી નથી.
નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન 11ની નિલામીમાં અત્યાર સુધી બધી ટીમોએ પોતાનું જોર લગાવ્યુ છે અને તેમના પસંદગી ખેલાડીને તેમની ટીમમાં સામેલ કરી લીધા છે, પછી ભલેને તેમને કોઇ મોટી કિંમત જ કેમ ના ચૂકવવી પડે. કરોડો રૂપિયા ખર્ચ કરીને કેટલીક ટીમોએ સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે, પણ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે બે-બેવાર કોલકત્તાને આઇપીએલ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન ગંભીરને કેમ કોલકત્તાની ટીમે નથી ખરીદ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -