KKR vs RCB, IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 2021ની અડધી સિઝન શરૂ થઇ ચૂકી છે. તાજેતરમાં જ વિરાટ સેનાની કારમી હાર પર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે, ખરેખરમાં વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે માત્ર 92 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી, અને હારનો સામનો કરવો પડ્યો હતો.


આ હાર બાદ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)નુ 11 વર્ષ જુનુ ટ્વીટ હાલના સમયે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. તેનુ કારણે છે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore). ટ્વીટ પરથી લાગી રહ્યુ છે કે દીપિકા પાદુકોણ ગુસ્સે ભરાઇ છે. પરંતુ અગાઉ આરસીબી (RCB)ના સમર્થનમાં કરવામાં આવેલુ 11 વર્ષ જુનુ દીપિકા પાદુકોણનુ ટ્વીટ આજે ટીમના વિરોધમાં સામે આવ્યુ છે, અને કારણ છે ટીમનુ 92 રનો પર ઓલઆઉટ થવુ. કોલકત્તાની ટીમે સોમવારે વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપ વાળી આરસીબીને નવ વિકેટે કરારી હાર આપી. બેંગ્લૉર 92 રન પર ઓલઆઉટ થઇ ગયુ. આ સ્કૉરને કેકેઆરની ટીમે 10 ઓવરમાં જ બનાવી લીધો.


એક સમય હતો જ્યારે દીપિકા પાદુકોણ (Deepika Padukone) રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની બ્રાન્ડ એમ્બેસેડર હતી અને દરેક મેચને સ્ટેડિયમમાં જોવા માટે જતી હતી. આ દરમિયાન વર્ષ 2010માં રાજસ્થાનની ટીમ 92 રનો પર બેંગ્લૉર વિરુદ્ધ ઓલઆઉટ થઇ ગઇ હતી. દીપિકાએ ત્યારે જે ટ્વીટ કર્યુ હતુ તે જ હવે ટ્રૉલ કરવાનુ કારણ બની ગયુ છે. 


દીપિકાએ લખ્યું હતુ- “92 રન પણ શું કોઇ સ્કૉર હોય છે. આરસીબીને આનાથી આગળ પણ જવાનુ છે. અમારી ટીમ તૈયાર છે, મેચની દરેક પળને હું લાઇવ જોઇ રહી છું.”






બેંગ્લૉરની ટીમ સોમવારે મળેલી હાર બાદ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઇ છે. જોકે, હવે તેમની પાસે આઠ મેચોમાં પાંચ જીતની સાથે 10 પૉઇન્ટ છે.