બોમ્બે હાઈકોર્ટે એક મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ લગ્નનું વચન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કુંડળી મળતી નથી તેવા બહાના પી લગ્નનો ઇનકાર કરી શકાય નહીં. બોમ્બે હાઈકોર્ટે લગ્ન કરવાના ખોટા વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના કારણે દુષ્કર્મના આરોપમાં સામનો કરી રહેલા મુંબઈના બદલાપુર ના યુવકની આરોપ  મુક્ત કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.


જસ્ટિસ એસ કે શિંદેની સિંગલ બેન્ચે સોમવારે અભિષેક મિત્રાની અરજી ફગાવી દીધી હતી. અરજીમાં મહિલાની ફરિયાદના આધારે ઉપનગરીય બોરીવલી પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા છેતરપિંડી અને બળાત્કારના આરોપોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી.


મિત્રાના વકીલ રાજા ઠાકરેએ દલીલ કરી હતી કે આરોપી અને ફરિયાદી વચ્ચેનો સંબંધ "જ્યોતિષીય અસંગતતાને કારણે" આગળ વધી શકતો નથી. તેમણે દલીલ કરી હતી કે તે લગ્નના ખોટા બહાને છેતરપિંડી અને બળાત્કારનો કેસ નથી પરંતુ વચનોનો ભંગ છે.


જો કે, જસ્ટિસ શિંદેએ આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે, શરૂઆતથી જ આરોપીનો ફરિયાદી સાથે લગ્ન કરવાનું વચન પાળવાનો કોઈ ઈરાદો નહોતો.


બેન્ચે કહ્યું, “તે સ્પષ્ટ છે કે અરજદાર (મિત્રા) એ જન્માક્ષરની જ્યોતિષીય વિસંગતતાની આડમાં લગ્નનું વચન પાળવાનો ઇનકાર કર્યો છે. આમ, મને સંપૂર્ણ રીતે લાગે છે કે તે લગ્નના ખોટા વચનનો કેસ છે જે ફરિયાદીની સંમતિનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરે છે. "


કેસની વિગતો મુજબ, આરોપી અને ફરિયાદી 2012થી એકબીજાને ઓળખતા હતા, જ્યારે તેઓ ફાઇવ સ્ટાર હોટલમાં કામ કરતા હતા અને સંબંધમાં હતા. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે અનેક પ્રસંગોએ આરોપીએ લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.


મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલ હેરોઈનની બજાર કિંમત અધધધ 21,000 કરોડ રૂપિયા, તાલિબાન અને ISI કનેક્શનની આશંકા