બેગ્લુંરુઃ ટીમ ઇન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝમાં હારી ગઇ પણ આ સીરીઝમાં જબરદસ્ત ફોર્મમાં લોકેશ રાહુલ દેખાયો, છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલા રાહુલનું ટીમ ઇન્ડિયામાં સામેલ થવું આશ્ચર્યજનક હતું. ટીમમાં પોતાને સામેલ કરવવામાં કોને રાહુલની મદદ કરી તેનો ખુલાસો તેને જાતે કર્યો હતો.
[gallery ids="378456"]
કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે મહત્વની ઇનિંગ રમીને પોતાનું ફોર્મ પરત આવ્યુ હોવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. રાહુલે ટી20માં 50 અને 47 રનની મહત્વની ઇનિંગ રમી હતી. રાહુલ 2 મેચોની 2 ઇનિંગમાં 48.50ની એવરેજ અને 156.45ની સ્ટ્રાઇક રેટથી 97 રન બનાવ્યા હતા.
રાહુલે ટીમ ઇન્ડિયામાં વાપસીને લઇને મોટો ખુલાસ કર્યો હતો. તેને જણાવ્યુ કે, ઇન્ડિયા એ ટીમના કૉચ રાહુલ દ્રવિડે તેને ખરાબ સમયમાંથી બહાર આવવા ખુબ મદદ કરી. રાહુલ દ્રવિડે તેને ફરીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કઇ રીતે કરવી તેની ટિપ્સ અને મદદ કરી હતી. દ્રવિડે મને મારી સ્કિલ્સ અને ટેકનિક પર ધ્યાન કેન્દ્રિત કરવા ખાસ ટિપ્સ આપી અને જેના કારણે હું ફરીથી વાપસી કરી શક્યો હતો.
નોંધનીય છે કે, ચેટ શૉ કૉફી વિથ કરણના કારણે સમગ્ર દેશમાં રાહુલ અને હાર્દિક પંડ્યા પર વિરોધ થયો હતો.