નવી દિલ્હી: ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયેલા સલામી બેટ્સમેન લોકેશ રાહુલે શનિવારે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી અને સિલેક્ટરોને આકરો જવાબ આપ્યો છે. રાહુલે પોતાની ટીમ કર્ણાટકને કેરળ વિરુદ્ધ 60 રનથી જીત અપાવવા મહત્વની ભૂમિકા નિભાવી હતી.
કર્ણાટકે પ્રથમ બેટિંગ કરતા રાહુલના 131 રનની મદદથી 49.5 ઓવરમાં 294 રન બનાવ્યા હતા. તેની સામે કેરળની ટીમ 46.4 ઓવરમાં 234 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. કેરળ માટે વિષ્ણુ વિનોદ અને સંજૂ સેમસને લડાયક બેટિંગ કરી હતી. સંજૂએ 67 રન અને વિનોદે 104 રન બનાવ્યા હતા પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા.


કેએલ રાહુલને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રદર્શનના કારણે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું, સાઉથ આફ્રિકા સામે ટી20 ટીમમાં સમાવે કરાયોખરાબ હતો પરંતુ પ્લેઈંગ ઇલેવનમાં તક આપી નહોતી.