એશિયા કપ બાદ ભારતીય ટીમ જશે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વન ડે શ્રેણીનો કાર્યક્રમઃ ૧૨ જાન્યુઆરી સિડની સવારે ૮.૫૦, ૧૫ જાન્યુઆરી એડિલેડ સવારે ૯.૨૦, ૧૮ જાન્યુઆરી મેલબોર્ન સવારે ૮.૫૦
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ હવે ટીમ ઇન્ડિયા એશિયા કપ રમવા માટે યૂએઈ પહોંચી ગઈ છે. એશિયા કપ બાદ ભારતીય ટીમ ફરી વિદેશ પ્રવાસે જશે. આગામી નવેમ્બર 2018થી જાન્યુઆરી 2019 દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ ઇન્ડિયા જશે. આ પ્રવાસમાં ત્રણ ટી-20, ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વડન મેચની સીરિઝ રમશે.
આ પ્રવાસની શરૂઆત ત્રણ ટી-20થી થશે. ત્યાર બાદ 6 ડિસેમ્બરથી ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાશે અને અંતે ટીમ 12 જાન્યુઆરીથી ટીમ ઇન્ડિયા વનડે સીરિઝ રમશે. આગળ વાંચો ત્રણે સિરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ.....
ટી-૨૦ શ્રેણીનો કાર્યક્રમઃ ૨૧ નવેમ્બર બ્રિસ્બેન બપોરે ૨.૩૦, ૨૩ નવેમ્બર મેલબોર્ન બપોરે ૧.૩૦, ૨૫ નવેમ્બર સિડની બપોરે ૧.૩૦
ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમઃ ૬થી ૧૦ ડિસેમ્બર એડિલેડ સવારે ૬.૦૦થી, ૧૪થી ૧૮ ડિસેમ્બર પર્થ સવારે ૮.૦૦થી, ૨૬થી ૩૦ ડિસેમ્બર મેલબોર્ન સવારે ૫.૦૦થી, ૩થી ૭ જાન્યુઆરી સિડની સવારે ૫.૦૦થી