મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનનો 56મો મેચ પૂરો થઈ ગયો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને 9 વિકેટે હાર આપવાની સાથે જ પ્લેઓફની ટીમો પણ સ્પષ્ટ થઈ ઈ છે. પ્લેઓફમાં ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પહેલા જ પહોંચી ચૂકી હતી, પરંતુ ચોથા સ્થાન પર ચિત્ર આ મેચ બાદ સ્પષ્ટ થઈ ગયું હતું. પ્લેઓફની ચોથી ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદ છે. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ્સ ટેબલ પર ટોપ પર પહોંચી ગઈ છે.



પ્રથમ ક્વોલિફાયર મેચ ટોપની બે ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે 7 મેના રોજ ચેન્નઈમાં રમાશે, જ્યારે ત્રીજી અને ચોથા નંબરની ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમની વચ્ચે એલિમિનેટર મેચ 8 મેના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ક્વોલિફાયર મેચ 10 મેના રોજ પ્રથમ ક્વોલિફાયરની હારેલ ટીમ અને એલિમિનેટરની જીતેલ ટીમની વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.



પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે)ના રોજ વિખાશાપટ્ટનમમાં રમાશે, જ્યારે ફાઈનલ હૈદ્રાબાદમાં 12 મેના રોજ રમાશે.