Tasnim Mir: ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઇતિહાસ રચી દીધો છે. 16 વર્ષની તસનીમ જૂનિયર બેડમિન્ટનમાં દુનિયાની નંબર 1 ખેલાડી બની ગઇ છે. તસનીમ ગયા વર્ષના શાનદાર પ્રદર્શનના કારણે નંબર 1 રેન્કિંગ સુધી પહોંચી ગઇ છે. તે આવુ કારનામુ કરનારી દેશની પહેલી ખેલાડી છે. ખાસ વાત તો એ છે કે ભારતીય સ્ટાર પીવી સિન્ધુ, સાયના નેહવાલ પણ ક્યારેય જૂનિયર લેવલ પર નંબર 1 નથી બની શકી.
જાણો કોણ છે તસનીમ મીર-
ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તસનીમ મીર મહેસાણાની બેડમિન્ટન ખેલાડી છે, અને તેને પોતાની રમતને બતાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તસનીમ મીર મહેસાણાના પોલીસકર્મીની પુત્રી છે.
તસનીમે ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું કે, હું આ ન હતી કરી શકતી આની મને આશા હતી. મને લાગ્યુ કે હું નંબર વન નહીં બની શકુ કેમ કે ટૂર્નામેન્ટ COVID-19થી પ્રભાવિત રહી હતી. પરંતુ મે બુલ્ગરિયા, ફ્રાન્સ અને બેલ્જિયમમાં ત્રણ ઇવેન્ટ જીતી. એટલે હું હકીકતમાં ઉત્સાહિત અને ખુશ છું કે છેવટે હું દુનિયાની નંબર વન બની ગઇ. આ મારા માટે બહુજ સારી ક્ષણ છે.
બુધવારના રોજ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરફથી અંડર 19 માટે રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તસનીમ 10,810 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર હતી. ઉલ્લેખનીય છે કે તસનીમે વર્ષ 2017માં ફુલેલા ગોપીચંદ એકેડમીથી તાલીમની શરુઆત કરી હતી. તસનીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો........
એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી
Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય