મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના ફેન્સને ચોંકાવવા માટે જાણીતો છે. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીએ સગાઈની ખબર આપીને બધાને ચોંકાવી દીધા હતા. રવિવારે પણ તેણે વધુ એક આવા સમાચાર આપ્યા હતા.

રવિવારે હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર મંગેતર પ્રેગ્નેંટ હોવાની ખબર ફેંસ સાથે શેર કરી હતી. તેણે તસવીર પોસ્ટ કરીને મેસેજમાં લખ્યું કે, નતાશા અને મેં ઘણી સુંદર સફર કરી છે અને હવે તેને વધુ સારી કરવા જઈ રહ્યા ચે. અમે અમારી જિંદગીમાં એક નવા જીવનું ખૂબ ઝડપથી સ્વાગત કરવા ઉત્સાહિત છીએ. અમારી જિંદગીના નવા તબક્કાને લઈ ઘણા રોમાંચિત થઈ રહ્યા થીએ અને તમામ પાસેથી શુભકામનાની આશા રાખીએ છીએ.

હાર્દિકે તસવીર શેર કરતાં જ ફેન્સે તેના પર કમેન્ટ કરવાની અને મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું હતું. હિમાંશુ નાગર નામના યૂઝરે ટ્વિટ કરીને લખ્યું, હાર્દિક પંડ્યા અને નતાશા બાળકની આશા રાખી રહ્યા છે... હાર્દિકે આફતને અવસરમાં બદલી નાંખી.. તેમ કહી બે સ્માઇલીની ઇમોજી મુકી છે.


જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું કેટલીક વસ્તુ ક્યારેય બદલાતી નથી. મુંબઈમાં ક્રિટિકલ સિચ્યુએશન છે અને હાર્દિક પંડ્યા કરે છે પરફોર્મિંગ.


એક યૂઝરે લખ્યું, ચાલુ વર્ષે આઈપીએલ નથી રમાઈ તેથી હાર્દિક પંડ્યા પેતાની લીગ HPL (Hardik Pandya League) રમ્યો.


એક યૂઝરે લખ્યું, સરકારે કહ્યું- વર્ક ફ્રોમ હોમ. હાર્દિક પંડ્યાઃ