નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા વર્લ્ડ ટી20 માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં હરમનપ્રીત કૌરને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. જ્યારે સ્મૃતિ મંધાના ઉપ કપ્તાન જાહેર કરવામાં આવી છે. મિતાલી રાજ અને યુવા જેમિમા રોડ્રિગ્સને પણ 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં શ્રીલંકામાં રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝમાં આ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 10 ટીમ લઈ રહી છે ભાગ અનુભવી ફાસ્ટબોલર શિખા પાંડેને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરની ટીમમાં વાપસી થઈ છે. વસ્ત્રાકરને શ્રીલંકા સામે સીરિઝમાં સ્થાન મળ્યું નહોતું.  છઠ્ઠો T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. જેની શરૂઆત 9 નવેમ્બરથી થશે. ફાઈનલ 24 નવેમ્બરના રોજ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં ભારતીય ટીમને ગ્રુપ બીમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આયરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે રાખવામાં આવ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેના અભિયાનની શરૂઆત 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમીને કરશે. તેના 2 દિવસ બાદ પાકિસ્તાન સામે મુકાબલો થશે. જે પછી 15 નવેમ્બરે આયરલેન્ડ અને 17 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો રમશે. ક્યારે કોનો કોની સામે મુકાબલો
તારીખટીમગ્રુપ
9 નવેમ્બરભારત vs ન્યૂઝીલેન્ડB
ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાનB
વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશA
10 નવેમ્બરઈંગ્લેન્ડ vs શ્રીલંકાA
11 નવેમ્બરભારત vs પાકિસ્તાન B
ઓસ્ટ્રેલિયા vs આયરલેન્ડB
12 નવેમ્બરઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશA
શ્રીલંકા vs સાઉથ આફ્રિકાA
13 નવેમ્બરપાકિસ્તાન vs આયરલેન્ડB
ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડB
14 નવેમ્બરશ્રીલંકા vs બાંગ્લાદેશA
વેસ્ટ ઈન્ડિઝ vs સાઉથ આફ્રિકાA
15 નવેમ્બરભારત vs આયરલેન્ડB
ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાનB
16 નવેમ્બરઈંગ્લેન્ડ vs સાઉથ આફ્રિકાA
વેસ્ટ ઈન્ડિઝ vs શ્રીલંકાA
17 નવેમ્બરભારત vs ઓસ્ટ્રેલિયાB
ન્યૂઝીલેન્ડ vs આયરલેન્ડB
18 નવેમ્બરવેસ્ટ ઈન્ડિઝ vs ઈંગ્લેન્ડA
સાઉથ આફ્રિકા vs બાંગ્લાદેશA
22 નવેમ્બરA1 v B2સેમી ફાઇનલ 1
A2 v B1સેમી ફાઇનલ 2
24 નવેમ્બરફાઇનલ