નવી દિલ્હીઃ નવેમ્બર 2018ના અંતમાં પુરુષ હોકી વિશ્વ કપની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટ 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ઓડિશામાં રમાશે. થોડા દિવસો પહેલા ઓડિશા સરકારના સ્પોર્ટ્સ એન્ડ યૂથ સર્વિસેઝ દ્વારા હોકી વિશ્વ કપન મેસ્કોટ ઓલીને પુરીના પ્રસિદ્ધ દરિયા કિનારે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ કપની ટ્રોફી પણ લોન્ચ કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધી માત્ર એક વખત 1975માં જ વિશ્વ કપ જીતી શક્યું છે. તાજેતરમાં જ રમાયેલ એશિયન ગેમ્સમાં પુરુષ હોકી ટીમ સારું પ્રદર્શન કરી શકી નહોતી. આ વખતે હોકી વિશ્વ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. જેમને ચાર પુલમાં વહેંચવામાં આવી છે. પુલ Aમાં આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, સ્પેન, ફ્રાન્સ છે. પુલ Bમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, ચીન અને પુલ Cમાં બેલ્જિયમ, ભારત, કેનેડા, સાઉથ આફ્રિકાનો સમાવેશ કરાયો છે. જ્યારે પુલ Dમાં નેધરલેન્ડ, જર્મની, મલેશિયા, પાકિસ્તાન સામેલ છે. કઈ તારીખે કોનો મુકાબલો
તારીખપુલમેચમેચ નંબર
28 નવેમ્બરCબેલ્જિયમ vs કેનેડા1
Cભારત vs સાઉથ આફ્રિકા2
29 નવેમ્બરAઆર્જેન્ટિના vs સ્પેન3
Aન્યૂઝીલેન્ડ vs ફ્રાંસ4
30 નવેમ્બરBઓસ્ટ્રેલિયા vs આયરલેન્ડ5
Bઈંગ્લેન્ડ vs ચીન6
1 ડિસેમ્બરDનેધરલેન્ડ vs મેલેશિયા7
Dજર્મની vs પાકિસ્તાન8
2 ડિસેમ્બરCકેનેડા vs સાઉથ આફ્રિકા9
Cભારત vs બેલ્જિયમ10
3 ડિસેમ્બરAસ્પેન vs ફ્રાન્સ11
Aન્યૂઝીલેન્ડ vs આર્જેન્ટિના12
4 ડિસેમ્બરBઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા13
Bઆયરલેન્ડ vs ચીન14
5 ડિસેમ્બરDજર્મની vs નેધરલેન્ડ15
Dમલેશિયા vs પાકિસ્તાન16
6 ડિસેમ્બરAસ્પેન vs ન્યૂઝિલેન્ડ17
Aઆર્જેન્ટિના vs ફ્રાન્સ18
7 ડિસેમ્બરBઓસ્ટ્રેલિયા vs ચીન19
Bઆયરલેન્ડ vs ઈંગ્લેન્ડ20
8 ડિસેમ્બરCબેલ્જિયમ vs સાઉથ આફ્રિકા21
Cકેનેડા vs ભારત22
9 ડિસેમ્બરDમેલેશિયા vs જર્મની23
Dનેધરલેન્ડ vs પાકિસ્તાન24
10 ડિસેમ્બરક્રોસ ઓવરપુલ Aમાં બીજો નંબર vs પુલ Bમાં ત્રીજો નંબર25
પુલ Bમાં બીજો નંબર vs પુલ Aમાં ત્રીજો નંબર26
11 ડિસેમ્બરક્રોસ ઓવરપુલ Cમાં બીજો નંબર vs પુલ Dમાં ત્રીજો નંબર27
પુલ Dમાં બીજો નંબર vs પુલ Cમાં ત્રીજો નંબર28
12 ડિસેમ્બરક્વાર્ટર ફાઇનલપુલ Aમાં પ્રથમ નંબર vs મેચ 26ના વિજેતા29
પુલ Bમાં પ્રથમ નંબર vs મેચ 25ના વિજેતા30
13 ડિસેમ્બરક્વાર્ટર ફાઇનલપુલ Cમાં પ્રથમ નંબર vs મેચ 28ના વિજેતા31
પુલ Dમાં પ્રથમ નંબર vs મેચ 27ના વિજેતા32
15 ડિસેમ્બરસેમી ફાઇનલમેચ 29ના વિજેતા vs  મેચ 32ના વિજેતા33
મેચ 30ના વિજેતા vs મેચ 31ના વિજેતા34
16 ડિસેમ્બરત્રીજા/ચોથા સ્થાન માટેમેચ 33ના પરાજિત vs મેચ 34ના પરાજિત35
ફાઇનલમેચ 33ના વિજેતા vs મેચ 33ના વિજેતા36