રોહિત શર્માના રન જેટલા કુલ રન પણ ન બનાવી શકી કેરેબિયન ટીમ, જાણો ભારત માટે ક્યારે-ક્યારે બની છે આવી ઘટના
2003માં ઢાકામાં યુવરાજ સિંહે બાંગ્લાદેશ સામે અણનમ 102 રનની ઈનિંગ રમી હતી. જેની સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 76 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.
2014માં કોલકાતામાં રોહિત શર્માએ શ્રીલંકા સામે 264 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમ 251 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત માટે આવી પ્રથમ ઘટના 2003માં બની હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે નામિબિયા સામે 152 રનની ઈનિંગ રમી હતી. જેની સામે નામિબિયાની ટીમ 130 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે કેરેબિયન ટીમ 36.2 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતનો 224 રને ભવ્ય વિજય થયો હતો. જે વન ડેમાં ભારતનો રનના હિસાબે ત્રીજો સૌથી મોટો વિજય છે. ભારત વતીથી રોહિત શર્માએ 16ર રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના 11 બેટ્સમેનો પણ મળીને રોહિત શર્મા જેટલા રન બનાવી શક્યા નહોતા.