આ સ્ટાર ભારતીય ક્રિકેટર બિઝનેસ ક્લાસમાં આફ્રિકાથી આવ્યો ને પછી લોકલ ટ્રેનમાં ઘરે ગયો, કોઈએ ઓળખ્યો પણ નહીં
મુંબઈઃ મુંબઈની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ હજારો લોકો ટ્રાવેલ કરતાં હોય છે. ઘણી વખત તેમાં સેલિબ્રિટી પણ આવતાં હોય છે. સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, અજિત અગરકર જેવા સ્ટાર ક્રિકેટરો આપનારું મુંબઈ વધુ એક સ્ટાર ખેલાડી આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPLની એક મેચમાં જયદેવ ઉનડકટ સાથે શાર્દુલ ઠાકુર.
આ પહેલા પણ શાર્દુલ ઠાકુર ચર્ચામાં આવી ચૂક્યો છે. તેણે જ્યારે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું ત્યારે તેને સચિન તેંડુલકર જે જર્સી પહેરતો હતો તે 10 નંબર આપવામાં આવ્યો હતો. પરંતુ વિવાદ વધી જતાં જર્સી નંબર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
સાઉથ આફ્રિકા સામે ટી-20 શ્રેણીની 2 મેચમાં શાર્દુલ ઠાકુરે 3 વિેકેટ લીધી હતી.
સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓને જોતાં જ ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા આતુર થઈ જતા હોય છે. પરંતુ મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી સાથે અજીબો ગરીબ ઘટના જોવા મળી. દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં જ સમાપ્ત થયેલા પ્રવાસ બાદ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર ફ્લાઇટમાંથી ઉતરીને લોકલ ટ્રેનમાં સવાર થયો હતો. જે માટે તેણે ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ પણ લીધી હતી.
જોકે બાળકોએ મોબાઇલથી ઈન્ટરનેટ પર મારી તસવીરો જોઈ અને ઓળખી ગયા કે હું શાર્દુલ જ છું. જ્યારે બાળકોએ મારી સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું ત્યારે યાત્રીઓને વિશ્વાસ થયો કે હું જ શાર્દુલ છું. આ ઘટના બાદ તેણે કહ્યું કે, હું ગમે ત્યાં જાઉં તો પણ લોકો મને ઓળખી શકે તે માટે મારી ઓળખ બનાવવા માટે હજુ પણ વધારે આકરી મહેનત કરવી પડશે.
યાત્રીઓથી ભરેલી ટ્રેનમાં એક પણ વ્યક્તિ ટીમ ઈન્ડિયાના આ બોલરને ઓળખી શક્યા નહોતા. આ અંગે ઠાકુરે કહ્યું કે, ‘આ વાત ઘણી આશ્ચર્યજનક હતી. હું જ્યારે બિઝનેસ ક્લાસ ડબ્બામાં બેઠો ત્યારે આસપાસના લોકો મને જોવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે શું આ ખરેખર શાર્દુલ છે ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -