નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ, સહયોગી સ્ટાફની નિમણૂક માટે અરજી મંગાવી છે. જેમાં નવા કોચ માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ મુખ્ય કોચની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ અન તેને ઓછામાં ઓછો બે વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનુભવ હોવો જોઈએ.


બોર્ડે મુખ્ય કોચ ઉપરાંત બોલિંગ કોચ, બેટિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, મેનેજરની નિમણૂક કરશે. આ તમામ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 જુલાઈ, સાંજે 5 વાગ્યા સુધીની છે. બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચિંગ સ્ટાફને નિમણૂકની પ્રક્રિયામાં સીધો જ પ્રવેશ મળશે. મુખ્ય કોચને ટેસ્ટ રમતા દેશને ઓછામાં ઓછું બે વર્ષ કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ. ઉપરાંત અરજીકર્તા 30 ટેસ્ટ કે 50 વન ડે રમ્યો હોવો જોઈએ.

બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે યોગ્યતાના નિયમ સમાન છે અને માત્ર અરજીકર્તા દ્વારા રમાવામાં આવેલી મેચની સંખ્યામાં અંતર છે. આ ત્રણેય પદ માટે અરજીકર્તા ઓછામાં ઓછી 10 ટેસ્ટ કે 25 આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમવાનો અનુભવ ધરાવતાં હોવા જોઈએ.

ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસને ધ્યાનમાં રાખીને મુખ્ય કોચ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરૂણ અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કરાર વર્લ્ડકપ બાદ 45 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળવાનું નક્કી છે. કારણકે શંકર બાસુ અને પેટ્રિક ફરહાટ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં હારની સાથે જ સહયોગી સ્ટાફમાંથી હટી ગયા હતા.

શાસ્ત્રીએ અનિલ કુંબલેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ 2017માં હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી હતી. આ પહેલા તે ઓગષ્ટ 2014થી જૂન 2016 સુધી ભારતીય ટીમના ડાયરેક્ટર પણ રહ્યા હતા.  કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાએ એકપણ મોટી આઈસીસી ટુર્નામેનટ જીતી નથી પરંતુ ટીમ ઈન્ડિયાએ ચાલુ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે નિવૃત્તિની જાહેરાત

ICCના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમની બિગ બીએ ઉડાવી મજાક, સોશિયલ મીડિયા પર શેર કર્યો જોક

બોલીવુડની આ એક્ટ્રેસના લગ્નની તસવીરો આવી સામે, પ્રેમી સાથે કાશ્મીરમાં ગુપચુપ રીતે કર્યા હતા લગ્ન, જુઓ તસવીરો