જાણો કોણ છે ભુવનેશ્વરને બોલ્ડ કરનારી નૂપુર નાગર....
ભુવનેશ્વરે મે 2017માં ઈન્સ્ટાગ્રામ પર નૂપુર સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેણે નૂપુર ઓળખાણ પોતાની થનારી ‘બેટર હાફ’ તરીકે આપી હતી.
ભુવનેશ્વર અને નૂપુર એકબીજાના પાડોશી છે અને નાનપણથી એકબીજાને ખૂબ સારી રીતે જાણે છે.
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 23 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેના માટે ટીમ ઇન્ડિયાના આ બોલરે શ્રીલંકા વિરૂદ્ધના બીજા ટેસ્ટ મેચમાંથી આરામ આપ્યો છે. જણાવીએ કે, ભુવી અને નૂપુર નાગરના લગ્ન મેરઠની હોટલમાં 23 નવેમ્બરે યોજાશે, જ્યારે 26 નવેમ્બરે બુલંદશહેર અને 30 નવેમ્બરે દિલ્હીમાં રિસેપ્શન યોજાશે. નૂપુર વ્યવસાયે એન્જિનિયર છે અને નોયડામાં કામ કરે છે.
મેરઠના ગંગાનગરની રહેનારી નૂપુરે પોતાનું શરૂઆતનું શિક્ષણ દેહરાદૂનથી લીધું છે. ત્યારબાદ તેણે મેરઠમાંથી 12મું પાસ કર્યું અને નોએડાના પ્રાઈવેટ કૉલેજમાંથી બી.ટેકની ડિગ્રી મેળવી. અત્યારે નૂપુર ગ્રેટર નોએડાની એક MNC કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે.
નૂપુરના પિતા યશપાલ સિંહ યાદવ રિટાયર્ડ પોલીસ ઑફિસર છે. નૂપુરના માતા-પિતા અત્યારે મેરઠમાં રહે છે.