ગુજરાત બજેટ 2018-19: જાણો પોલીસમાં ભરતીને લઈ શું કરવામાં આવી જાહેરાત
ટ્રાફિક બ્રિગેડના સ્વયંસેવકનો હાલ મળતા 200 રૂપિયાનું દૈનિક માનદ વેતન વધારીને 300 રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડમાં 4000 સ્વયંસેવકોનો વધારો કરવામાં આવશે. જેમાં 33 ટકા મહિલાઓની ભરતી કરવામાં આવશે. જે બાદ ટ્રાફિકબ્રિગેડના સ્વયંસેવકોની સંખ્યા 4000થી વધીને 10,000 થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત બજેટમાં પોલીસ ખાતાના રહેણાક અને બિન રહેણાક મકાનોના બાંધકામ માટે 360 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. પોલીસ આધુનિકીકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર તથા ફોરેન્સીક સાયન્સ તંત્રને સુદ્રઢ કરવા સાધન સામગ્રી, વાહનો અને બાંધકામ માટે 67 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ નાણામંત્રી નીતિન પટેલે આજે બજેટ રજૂ કર્યું હતું. જેમાં રાજ્યના શહેરી વિસ્તારોમાં વધતા જતા વાહનોની સંખ્યને ધ્યાનમાં લઇ યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન કરવા પોલીસ બેડામાં આગામી વર્ષમાં 5635 જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. જેમાં 1500 જગ્યાઓ ટ્રાફિક માટે ફાળવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -