Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ શમીનું સ્થાન લઇ શકે છે આ યુવા બોલરો, જાણો વિગત
શિવમ માવીઃ નોયડામાં જન્મેલો શિવમ માવી પણ અંડર 19 વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્ય હતો. વર્લ્ડ કપમાં તેણે 11 વિકેટ લીધી હતી. માવી 140ની સ્પીડ પર બોલિંગ કરવાની સાથે બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા આઈપીએલ 2018 ઓક્શનમાં તેને ખરીદીને કરિયરને નવી દિશા આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ જે રીતે ભારતમાં ફાસ્ટ બોલરો ઉભરી રહ્યા છે તે સારો સંકેત છે તેમ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ગત વર્ષે કહ્યું હતું. તે સમયે મેકગ્રાએ જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની પ્રશંસા કરી હતી. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે વર્લ્ડ ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી છે, જ્યારે ઉમેશ યાદવ ટેસ્ટ ક્રિકેટ પૂરતો મર્યાદીત રહી ગયો છે. મોહમ્મદ શમી પત્ની સાથે વિવાદના કારણે કરિયરના મહત્વના તબક્કામાં છે. હાલની સ્થિતિ જોતાં જો શમીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળે તો તેનું સ્થાન લઇ શકે તેવા ફાસ્ટ બોલરો અંગે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.
રજનીશ ગુરબાણીઃ 1993માં નાગપુરમાં જન્મેલો રજનીશ ગુરબાણી વિદર્ભ તરફથી રમે છે. તેને યુવા ભુવનેશ્વર તકીતે ઓળખવામાં આવે છે. 2017-18 રણજી ટ્રોફીમાં વિદર્ભની સફળતામાં રજનીશનો મહત્વનો રોલ હતો. આ ટુર્નામેન્ટમાં તે 39 વિકેટ ઝડપી બીજા સ્થાને રહ્યો હતો. આ મીડિયમ પેસર પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે.
નવદીપ સૈનીઃ આઈપીએલ 2018ની હરાજીમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા તેને ત્રણ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો ત્યારે તેના પર બધાનું ધ્યાન ગયું. હરિયાણામાં જન્મેલો અને દિલ્હી વતી રમતાં નવદીપ ફર્સ્ટ ક્લાસવી 31 મેચમાં 96 વિકેટ લઈ ચૂક્યો છે.
કમલેશ નાગરકોટીઃ યુવા ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટનું નામ તાજેતરમાં જ સંપન્ન થયેલા અંડર 19 વર્લ્ડ કપમાં તેની સ્પીડને લઇ ચર્ચામાં રહ્યું હતું. તેણે 150 કિમી કલાકે બોલ ફેંકયો હતો અને સતત 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખવાની ક્ષમતા ધરાવે છે. આઈપીએલ 2018 ઓક્શનમાં કેકેઆર દ્વારા 3.2 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો છે. તે ભવિષ્યમાં ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો બની શકે છે.
અશ્વિન ક્રિસ્ટઃ અશ્વિનને તમિલનાડુના પેસ વિભાગનો મુખ્ય બોલર માનવામાં આવે છે. તેણે રણઝી ટ્રોફીમાં 35 લીધી છે. વિજય હજારે ટ્રોફીમાં 20 વિકેટ લઇ ટોચનો બોલર રહ્યો હતો. સતત સારા ઘરેલુ પ્રદર્શનના કારણે જ તેને અંડર 23માં ભારત વતી રમવાનો મોકો મળ્યો હતો. ગ્લેન મેક્ગ્રા પણ તેની પ્રશંસા કરી ચૂક્યો છે. આ બોલરમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની પૂરી ક્ષમતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -