✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોનીએ સેનાની વર્દી પહેરીને કેમ સ્વીકાર્યું પદ્મ ભૂષણ સન્માન, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 07:54 AM (IST)
1

2

3

ધોનીએ માત્ર સેનાની વર્દી જ ન પહેરી પરંતુ જવાનના અંદાજમાં માર્ચ પાસ્ટ કરી આ સન્માન મેળવ્યું. તેના આ અંદાજ પર તેની પત્ની સાક્ષી પણ આફરીન થઈ ગઈ અને તેને ટગર ટગર જોકી રહી.

4

ધોનીને આ પહેલા 2007માં દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ એવોર્ડથી અને 2009માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો.

5

પદ્મ ભૂષણ એનાયત થયા બાદ ધોની અને તેની પત્ની સાક્ષીએ વડાપ્રધાન મોદી સાથે તસવીર પડાવી હતી.

6

ધોનીએ લખ્યું કે, જે મહિલા કે પુરુષ વર્દીમાં રહીને દેશની સેવા કરી રહ્યા છે તેમના પરિવારો પણ જે કષ્ટ ઉઠાવી રહ્યા છે તે માટે તેમનો પણ આભાર. તમારી કુરબાનીના કારણે જ આજે અમે લોકો ખુશી મનાવી શકીએ છીએ.

7

ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, પદ્મ ભૂષણ સન્માન મળવું એક મોટી વાત છે અને તેને આર્મીના યુનિફોર્મમાં રિસીવ કરવું આ ખુશીને બમણી કરી દે છે. ધોનીએ આ અવસર પર સેનાના જવાનોનો પણ આભાર માન્યો.

8

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યો હતો. સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે ધોની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે આ સન્માન લેવા પહોંચ્યો ત્યારે દરેક લોકો ચોંકી ગયા હતા. કારણકે ધોનીએ અહીંયા સેના ઓફિસરના ડ્રેસમાં આવ્યો હતો. તે સમયે જ સવાલ થયો હતો કે ધોની કેમ આર્મીનો ડ્રેસ પહેરીને આવ્યો હતો. હવે આ સવાલનો જવાબ ખુદ ધોનીએ જ આપ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોનીએ સેનાની વર્દી પહેરીને કેમ સ્વીકાર્યું પદ્મ ભૂષણ સન્માન, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.