હજુ પણ હાર્દિક પંડ્યાને ‘કરણની કોફી’ પડી શકે છે મોંઘી? જાણો શું છે કારણ
શેવિંગ રેઝર જિલેટ માક3એ વિવાદ વકરતો જોઈને ખુદને પંડ્યાથી અલગ કરી દીધી છે. કંપની પ્રવક્તાએ જણાવ્યું કે, હાર્દિકની તાજેતરની કમેન્ટ્સથી કંપનીને કોઈ લેવા દેવા નથી. તે અમારા મૂલ્યોનું નથી રજૂ કરતો. આગામી આદેશ સુધી અમે ખુદને હાર્દિકથી અલગ કરીએ છીએ. પંડ્યા હાલ અડધો ડઝન જેટલી બ્રાંડ્સ સાથે સંકળાયેલો છે. જેમાં જર્મન સ્પોર્ટ્સવિયર બ્રાંડ પૂમા અને ફિટનેસ સ્ટાર્ટઅપ ક્યોરફિટની જાહેરાત કરે છે. બંને બ્રાંડ દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ આગામી સમયમાં પગલાં લઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂનો રિપોર્ટ જાહેર કરતી ડપ એન્ડ ફેલપ્સ કંપનીના એમડી અવરિલ જૈન માને છે કે વિવાદ બાદ બ્રાન્ડ્સને ખુદથી અળગ કરવાનું મહત્વનું છે. તેમણે આમિર ખાન અને ગોલ્ફર ટાઇગર વુડ્સનું ઉદાહરણ આપ્યું કહ્યું કે, આમના વિવાદ બાદ વિજ્ઞાપનદાતા અલગ થઈ ગયા હતા.
નવી દિલ્હીઃ કરણ જોહરના ચેટ શો કૉફી વિથ કરણમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કર્યા બાદ ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે તેમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ તેમની મુશ્કેલી આટલેથી ખતમ નથી થઈ. હવે રમતની સાથે સાથે માર્કેટમાં પણ તેમની છબી ખરડાવા લાગી છે. આ કારણે વિજ્ઞાપન કંપનીઓએ પણ તેમની સાથે કોન્ટ્રાક્ટનો અંત લાવવા માંડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -