✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં ઓવર બ્રિજ પર બે દિવસ સુધી સુરતીઓ ટુ-વ્હીલર ચલાવી નહીં શકે, જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2019 08:20 AM (IST)
1

આ પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો ફ્લાય ઓવરબ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરી શકશે. જો કોઈ નિમયનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાવધાની પૂર્વક ઉત્તરાયણની ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા આવો નિર્ણય કરવામાં આવ્યો છે.

2

આવા અકસ્માતથી સુરતીઓને બચાવવા માટે સુરત પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોલીસે તારીખ 14 અને 15 જાન્યુઆરી બે દિવસ સુરતના તમામ ફ્લાય ઓવરબ્રિજ ઉપર બંને સાઈડથી ટુ-વ્હીલર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

3

સામાન્ય રીતે ઉત્તરાણના તહેવારમાં કાચના પાઉડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા દોરીને કારણે અનેક અકસ્માતો થતાં હોય છે. જેમાં ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકોને વધુ ગંભીર ઈજાઓ થતી હોય છે.

4

સુરત: ઉત્તરાયણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ટુ-વ્હીલર વાહન ચાલકોનું ટેન્શન વધી રહ્યું છે. તો આવા સમયે કાતિલ દોરીથી બચવા માટે સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણના બે દિવસ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલર વાહન ચાલકો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

  • હોમ
  • સુરત
  • સુરતમાં ઓવર બ્રિજ પર બે દિવસ સુધી સુરતીઓ ટુ-વ્હીલર ચલાવી નહીં શકે, જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.