લંડન: ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર બ્રિટનના એક સમાચાર પત્રએ ઈંગ્લેંડ વિરૂધ્ધમાં રાજકોટમાં યોજાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન દડા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. ‘ધ ડેલી મેલ’ એ મંગળવારે પ્રકાશિત એક રિર્પોટસમાં અપૂરતા આધાર વગર આરોપ લગાવ્યો છે કે કોહલીએ કોઈ મીઠા પદાર્થથી ઉત્તપન્ન થયેલી થુક લગાવીને દડાને ચમકાવવાની કોશિશ કરી હતી.

સમાચાર પત્રએ આધાર પૂરાવા માટે તસવીરોની એક શ્રૃખલા પ્રકાશિત કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન કોહલી કોઈ મીઠી વસ્તું ખાઈ રહ્યો હતો. ડેલી મેલની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય કેપ્ટન કોહલી દ્વારા ઈંગ્લેડ વિરૂધ્ધમાં ચાલુ ટેસ્ટ સીરીજની પ્રથમ ટેસ્ટ દરમિયાન કોઈ મીઠી વસ્તું ખાઈને તેના નિકળેલા થુક દ્વારા દડાને ચમકાવવાનો વીડિયો ફુટેજ સામે આવ્યો છે.

રિર્પોટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ટેલીવિઝનના કેમેરામાં કોહલી તેના ડાબા હાથની આંગળી મોઢામાં નાખતા જોવા મળ્યો હતો. કોહલી મોઢામાં આંગળી રગડતો જોઈ શકાય છે, જે દરમિયાન તે કોઈ મીઠી વસ્તું ખાઈ રહ્યો હતો. ત્યારબાદ તે દડાનો એક હિસ્સો ચમકાવતો જોવા મળ્યો હતો. પરંતુ મેચ દરમિયાન ઉપસ્થિત અંપાયર અથવા તો મેચ રેફરીએ કોહલીને આ પ્રકારની કઈ હરકત કરતો નથી જોયો.