મુંબઈ:  ટીમ ઈન્ડિયા કેપ્ટન અને બેટ્સમેન વિરાટ કોહલી પુણેમાં શુક્રવારે શ્રીલંકા સામે રમાનારી ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ કરી  શકે છે. આ મેચમાં જો વિરાટ કોહલી માત્ર 1 રન બનાવશે તો તે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 11000  રન પુરા કરી લેશે.


વિરાટ કોહલીએ મંગળવારે ઇન્દોરમાં શ્રીલંકા સામે બીજી ટી-20 મેચમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 168 મેચમાં 10999 રન છે. કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 હજાર રન પુરા કરવા માટે માત્ર 1 રનની જરૂર છે. કોહલી 1 રન બનાવશે તો આવું કરનારો દુનિયાનો છઠ્ઠો કેપ્ટન હશે. એમએસ ધોની બાદ કોહલી બીજો ભારતીય ખેલાડી બનશે.  વિરાટ કોહલી આ યાદીમાં સૌથી ઝડપી 11 હજાર રન બનાવનાર કેપ્ટન બની જશે.

વિરાટ કોહલી રોહિત શર્માને પાછળ છોડી આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.  કોહલીએ ઇન્દોરમાં અણનમ 30 રન બનાવ્યા હતા. કોહલીના નામે 77 મેચમાં 53.26 ની એવરજથી 2663 રન થઈ ચુક્યા છે.