તેંડુલકર અને ગાંગુલીની ક્લબમાં સામેલ થયો કોહલી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2018 03:12 PM (IST)
1
કોહલી પહેલા સચિન તેંડુલકર અહીંયા બે વખત નર્વસ નાઇન્ટીનો ભોગ બની ચુક્યો છે. માસ્ટર બ્લાસ્ટર અહીંયા 92 અને 91 રને આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હીઃ નોટિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 307 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 97 રન બનાવી આઉટ થયો હતો. તેની સાથે જ તે ટ્રેન્ટ બ્રિજ મેદાન પર નર્વસ નાઇન્ટીનો ભોગ બનનારા સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ક્લબમાં સામેલ થઈ ગયો હતો.
3
ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક સૌરવ ગાંગુલી આ મેદાન પર માત્ર એક રન માટે સદી ચુકી ગયો હતો. ગાંગુલી આ મેદાન પર 99 રને આઉટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -