ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થયેલા ભારતીય ક્રિકેટરને પત્નિની ફરિયાદના આધારે કોર્ટનું સમન્સ, જાણો શું છે કેસ?
એફઆઇઆર થયા બાદ ફેસબુકે હસીન જહાં પર મોટું પગલુ ભર્યુ હતું. તેને પોતાની વાતને સાબિ કરવા માટે જહાંએ મોહમ્મદ શમી દ્વારા મહિલાઓને મોકલેલા ટેક્સ્ટ મેસેજને ફેસબુક પર પૉસ્ટ કર્યા હતા. સાથે તેને તે મહિલાઓના ફોટોગ્રાફ અને તેના નંબર પણ ફેસબુક પર પૉસ્ટ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, હસીન જહાંએ કહ્યું હતું કે, ગયા વર્ષે હું મારા સાસુ-સસરાના ઘરે ગઇ હતી, તો શમીના મોટાભાઇએ મારી સાથે બળાત્કાર કર્યો. જહાના વકીલ જાહિર હુસેને કહ્યું કે, પોલીસે મોહમ્મદ શમીની સામે બિનજામીનપાત્ર કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે.
વકીલે કહ્યું કે, શમીએ તેનાથી અલગ રહી રહેલી પત્ની હસીન જહાને ભરણપોષણ માટે આપવામાં આવેલા ચેકની ચૂકવણી રોકી દીધી જેથી ત્યારે બેન્કમાં તેને જમા કરાવવા ગયા ત્યારે તે ક્લિયર ના થઇ શક્યો. હસીન દ્વારા પતિ પર નૈતિક રીતે પતનનો આરોપ લગાવ્યા બાદ બન્ને વચ્ચે વિવાદ પેદા થયો હતો.
હસીન જહાંના વકીલે જણાવ્યું કે, અલીપુરના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટે 20 સપ્ટેમ્બરે હાજર થવા માટે શમીને સમન્સ મોકલ્યું છે.
નવી દિલ્હીઃ એક સ્થાનિક કોર્ટે ક્રિકેટર મોહમ્મદ શમીને તેનાથી અલગ રહી રહેલી તેની પત્ની હસીન જહાંને આપેલા ચેકને કથિત રીતે ના ક્લિયર થવાના મામલે સમન્સ પાઠવ્યું છે. હસીન જહાંના વકીલે આ માહિતી આપી છે. હસીન જહાંએ અહીં અલીપુરમાં મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -