શમી વિવાદઃ પોલીસે શમીનો ફોન જપ્ત કર્યો, BCCIને પત્ર લખી માંગી આ માહિતી
હસીનનો આરોપ છે કે શમી પોતાના હોટલની રૂમમાં પાકિસ્તાની અને દુબઇની મહિલાઓને બોલાવતો હતો. તે ઇચ્છતો હતો કે હું તેના ભાઇ સાથે શારીરિક સંબંધ રાખે. શમીએ સંભવતઃ મેચ ફિક્સિંગ માટે અલિશ્બા નામની પાકિસ્તાની છોકરી પાસેથી પૈસા લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીસીસીઆઇએ આ મામલે શું પગલાં ભર્યા છે તે હજુ સુધી રહસ્ય છે, તેના એક પદાધિકારીએ જણાવ્યું કે અમે પગલા લઇશુ પણ અત્યારે કંઇ નહીં.
કોલકત્તાઃ શમી પર મુશ્કેલીઓ વધતી જ જાય છે, આજે કોલકત્તા પોલીસે શમીનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો છે. પોલીસે લેટર લખીને બીસીસીઆઇ પાસે શમી વિશે માહિતી માંગી છે. પોલીસે બીસીસીઆઇને પુછ્યું છે કે સાઉથ આફ્રિકા સીરીઝ દરમિયાન શમી ક્યાં રોકાયો અને કઇ-કઇ જગ્યાઓ પર ગયો હતો? પોલીસે આ કાર્યવાહી શમીની પત્ની હસીન જહાંની ફરિયાદના આધારે કરી છે. શમી પર ઘરેલું હિંસા અને લગ્નેતર સંબંધ બનાવવાનો આરોપ છે.
જોકે, મુશ્કેલીમાં ફસાયેલા શમી પર પૂર્વ ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધોનીએ કહ્યું કે, શમી સારા વ્યક્તિ છે. મને નથી લાગતું કે તે પત્નીને દગો આપી શકે. જોકે આ મુદ્દો તેમને પ્રાઇવેટ છે તેથી હું આ વિશે વધુ નથી બોલી શકતો.
હસીન જહાં અનુસાર, મોબાઇલમાં શમી અને કેટલીય મહિલાઓ વચ્ચે વાતચીતના કૉલ અને ચેટ ડિટેલ્સ છે. હસીનનો દાવો છે કે આ વર્ષની શરૂઆતમાં થયેલી પ્રૉટિયાઝ વિરુદ્ધ સીરીઝ દરમિયાન શમીએ એક સાઉથ આફ્રિકન મહિલા સાથે સંબંધ રાખ્યા હતા. શમીએ પોતાના ભાઇને મને મારીને મારી લાશને જંગલમાં દફન કરી દેવાનું કહ્યું હતું.
જોકે, મુશ્કેલીમાં ફસાયેલા શમી પર પૂર્વ ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધોનીએ કહ્યું કે, શમી સારા વ્યક્તિ છે. મને નથી લાગતું કે તે પત્નીને દગો આપી શકે. જોકે આ મુદ્દો તેમને પ્રાઇવેટ છે તેથી હું આ વિશે વધુ નથી બોલી શકતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -