પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, કોરિયા ઓપનમાં ચેમ્પિયન બનનારી એકમાત્ર ભારતીય શટલર
સિંધુએ ચાલુ વર્ષે 2017માં ત્રીજો ખિતાબ મેળવ્યો છે. તેણે આ વર્ષે સૈયદ મોદી ઈંટરનેશલ અને ઈન્ડિયા ઓપન સુપર સીરીઝનો ટાઈટલ પણ જીત્યો હતો. સિંધુએ કોરિયા ઓપન પર કબજો જમાવતાની સાથે જ કરિયરની ત્રીજી સીરીઝનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિયોલ: ભારતની બેડમિન્ટન સ્ટાર વિશ્વમાં ત્રીજા ક્રમાંકની પીવી સિંધુએ કોરિયા ઓપન સુપર સીરીઝ પર કબજો કરી લીધો છે. ઓલંપિકમાં સિલ્વર મેડાલિસ્ટ સિંધુએ રવિવારે ફાઈનલમાં વિશ્વની નવમાં ક્રમાંકની જાપાનની નોજોમી ઓકુહારાને એક કલાક 24 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 22-20, 21-11, 21-18થી માત આપી હતી. તેની સાથે જ પીવી સિંધુએ ઈતિહાસ રચી દીધો છે. સાથે અકુહારા સાથે બદલો પણ લઈ લીધો છે. આ જાપાની શટલરે ગત મહિનામાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સિંધુને હરાવી હતી.
સિંધુ કોરિયા ઓપન પર કબ્જો કરનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 1991માં શરૂ થયેલી આ ટૂર્નામેંટના 26 વર્ષના ઈતિહાસમાં એના પહેલા એક પણ ભારતીય શટલરને આ ખિતાબની સફળતા મળી નથી.
સિંધુએ વર્ષના સાતમાં સુપર સીરીઝ મુકાબલાના ફાઈનલમાં ઓકુહારાને દમદાર મુકાબલો કરી 22-20થી જીત મેળવી છે. બીજા રાઉન્ડમાં ઓકુહારાએ સિંધુને આ રમત 11-21 થી હરાવી હતી. પરંતુ અંતિમ રમતમાં સિંધુએ જાપાની શટલરને આકરી હાર આપી ચેમ્પિયન બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -