T-20માં ધૂમ મચાવવા તૈયાર છે આ સ્ટાર ઓલરાઉન્ડર, વિન્ડીઝ સામે ટી-20માં કરી શકે છે ડેબ્યૂ
ભારત-વિન્ડીઝનો ટી-20 કાર્યક્રમઃ 4 નવેમ્બર- ઇડન ગાર્ડન્સ, કોલકાતા - 6 નવેમ્બર, એકાના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉં - 11 નવેમ્બર- એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઇ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ વનડે સીરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને 3-1થી હાર ધમાકેદાર અંદાજમાં જીત મેળવી છે. હવે વનડે સીરીઝ બાદ ભારત 4 નવેમ્બરથી વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 3 મેચની ટી-20 સીરીઝ રમશે. ટી-20 સીરીઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી નહીં રમે. રોહિત શર્મા પર એક યુવા ટીમની જવાબદારી હશે, જે આ વખતે કોહલી અને ધોની વગર ઉતરશે. ટી-20 સીરીઠ માટે આ વખતે કેટલાક નવા ચેહરા સામેલ કરવામાં આવ્યા છે, જેમાં હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા પણ સામેલ છે.
ત્રણ ટી-20 માટે ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, રિષભ પંત, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, કૃણાલ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, શાહબાજ નદીમ, ખલીલ અહેમદ
કૃણાલ પંડ્યાની કારકિર્દી પર નજર નાખીએ તો તેને 43 લિસ્ટ-એ મેચમાં 1249 રન બનાવવાની સાથે 47 વિકેટ ઝડપી છે. જ્યારે 62 ટી-20 મેચમાં કૃણાલ પંડ્યા 967 રન અને 51 વિકેટ ઝડપી ચુક્યો છે. કૃણાલ પંડ્યાએ 39 આઇપીએલ મેચમાં 708 રન બનાવ્યા છે અને 28 વિકેટ ઝડપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -