નવી દિલ્હીઃ એક બાજુ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે તો બીજી બાજુ વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપની રાહ જોઈને બેઠા છે. આ વખતે મેજબા ઇંગ્લેન્ડની સાથે ભારતને પણ વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે.


આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યાર બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થશે. એવામાં તમામ ટીમો વર્લ્ડ કપ માટે પરસેવો પાળી રહી છે.

NOTTINGHAM, ENGLAND - JULY 12: India bowler Kuldeep Yadav celebrates after dismissing Joe Root during the 1st Royal London One Day International match between England and India at Trent Bridge on July 12, 2018 in Nottingham, England. (Photo by Stu Forster/Getty Images)

બીજી બાજુ ભારતીય સ્પિન બોલર કુલદીપ યાદવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને લઈને મોટો ખુલાસો કર્યો છે. કુલદીવ યાદવે જણાવ્યું કે, ભારતીય ટીમના ખેલાડીઓમાં ક્યો ખેલાડી જાણીતી વીડિયો ગેમ પબજી (PUBG) રમવામાં ધુરંધર છે. ઈએસપીએન ક્રિકઇન્ફો ડોટ કોમને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કુલદીપે ખુલાસો કર્યો ખે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની, મનીષ પાંડે, યુજવેન્દ્ર ચહલ અને કેદાર જાધવ પબજી (PUBG) ગેમ રમવામાં સર્વશ્રેષ્ઠ ખેલાડી છે.