કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે. કુલદીપે કહ્યું કે, આ બધું ટીમ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે તે કેવી ટીમ સાથે ઉતરવા માગે છે.
કુલદીપે આગળ કહ્યું કે, ”અમારી ટીમ ખુબ જ મજબૂત છે અને અમે સારૂ પ્રદર્શન કરવા માટે શક્ય તમામ પ્રસત્ન કરીશું. સ્પિનરોની વાત છે તો તે અંગે ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરે છે. સારી બેટિંગ અને બોલિગ કરવાની સ્થિતિમાં હોય તો બન્ને ખેલાડીને સાથે રમાડવા એ ટીમ માટે હંમેશા સારી વાત છે માટે જો અમે એક સાથે રમીએ છીએ તો આ સારૂ બની રહેશે.”
કુલદીપને 12 માર્ચથી દક્ષિણ આફ્રિકાની સાથે યોજાનાર વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન મળવાની આશા છે. તેના પછી ફરીથી આઇપીએલ છે.
BCCIએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, હવે ધોની ટીમના ભવિષ્યના પ્લાનમાં નથી. તેમ છતા ધોનીના મેદાન પર વાપસીની સંભાવના સમાપ્ત થઇ નથી. ધોની જો આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરે છે તો તેની આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વકપમાં ટીમમાં વાપસી થઇ શકે છે.