INDvWI: કુલદીપ યાદવે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત
લખનઉઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ચાઈના મેન બોલર કુલદીપ યાદવે એક મહત્વપૂર્ણ રેકોર્ડ તેના નામે કર્યો હતો. કુલદીપે 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જેના કારણે તે 2018માં ટી20માં સર્વાધિક વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે 17 T20 વિકેટ સાથે વર્ષ 2018નું સમાપન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુલદીપના કરિયરની આ 14મી T20 મેચ હતી. જેમાં તેણે 29 વિકેટ લીધી છે. 14 મેચ બાદ તે વિશ્વનો સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની ગયો છે.
આ મામલે શ્રીલંકાનો અજંતા મેંડિસ અને યુઝવેન્દ્ર ચહલ બીજા સ્થાન પર છે. તેમણે 14 ટી20માં 26-26 વિકેટ લીધી છે.
કુલદીપનો સર્વશ્રેષ્ઠ દેખાવ 24 રનમાં 5 વિકેટ છે. ચાલુ વર્ષે માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં તેણે આ દેખાવ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -