પાકિસ્તાની બેન્ક ખાતાઓ પર હેકર્સનો એટેક, કાર્ડ દ્વારા થતી લેવડ-દેવડ તાત્કાલિક ધોરણે કરાવાઇ બંધ, જાણો વિગતે
મામલો ત્યારે સામે આવ્યો જ્યારે લોકોના એકાઉન્ટમાંથી રૂપિયા અચાનક ગાયબ થવા લાગ્યા અને કેટલાય લોકોના ખાતામાં ઓટોમેટિક પૈસા જમા થઇ ગયા. હેકરોના આ કારનામાં બાદ બેન્ક કસ્ટમર્સની વચ્ચે ભયનો માહોલ પેદા થઇ ગયો છે.
આ સાયબર એટેકમાં હેકરોએ લગભગ એક ડઝન બેન્કોના કથિત રીતે 8,000 કસ્ટમર્સના ડેટામાં એટેક કર્યો હતો. એફઆઇએના અધિકારીઓએ જણાવ્યું કે 27 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કાર્ડ દ્વારા 26 લાખ રૂપિયાની ચોરી બાદ આવી તમામ પ્રકારની લેવડ-દેવડ પર રોક લગાવી દેવામાં આવી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા પ્રમાણમાં બેન્કિંગ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે, હેકિંગ થવાના કારણે હજારો લોકોના બેન્ક ખાતાઓમાં સીધો એટેક થયો છે અને કેટલાય લોકોના રૂપિયા ચોરી થઇ ગયા છે.
સંઘીય તપાસ એજન્સી (એફઆઇએ)ની સાયબર ક્રાઇમ યુનિટના અધિકારીઓએ જણાવ્યુ કે તેને કેટલાય લોકોની ફરિયાદો બાદ તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, 27 અને 28 ઓક્ટોબરે સાયબર એટેક થયો હતો.