✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

85 હજાર કરોડના ઔદ્યોગિક સામ્રાજ્યનો વારસ IPLમાં માત્ર 30 લાખમાં ખરીદાયો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2018 10:32 AM (IST)
85 હજાર કરોડના ઔદ્યોગિક સામ્રાજ્યનો વારસ IPLમાં માત્ર 30 લાખમાં ખરીદાયો, જાણો વિગત
1

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11 સીઝન માટે ખેલાડીઓની હરાજી પુરી થઇ ગઇ છે. ટીમના માલિકોએ અનેક સ્ટાર ખેલાડીઓને ખરીદવા માટે પાણીની જેમ પૈસા વાપર્યા હતા. હરાજીના બીજા દિવસે એક ખેલાડી એવો હતો જેને ફક્ત 30 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે પરંતુ તેની સંપત્તિ જાણીને સૌ કોઇ હેરાન થઇ જશે.

2

3

4

આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા હતી અને 25 સુરક્ષાકર્મી તેમની સાથે હાજર હતા. અંડર-23 ટૂર્નામેન્ટમાં એક બેવડી સદી સહિત 637 રન બનાવનારો આર્યમાન ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને પહેલી ઇનિંગ્સમાં 16 રન અને બીજી ઇનિંગ્સમાં માત્ર છ રન બનાવીને આઉટ થઈ ગયો. બોલિંગમાં તેને ફક્ત બે ઓવર ફેંકવાની તક મળી હતી.

5

ભારતીય ધનવાનોની યાદીમાં નવમું સ્થાન ધરાવતા બિરલા જૂથના કર્તાધર્તા અને 12.5 બિલિયન ડોલર (80,688 કરોડ રૂપિયા)ની સંપત્તિના માલિક કુમાર મંગલમ્ મેચના પ્રથમ દિવસે આખો દિવસ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.

6

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કુમાર મંગલમ્ બિરલા અને તેમની પત્ની નીરજા પોતાના પુત્ર આર્યમાન વિક્રમ બિરલાને પ્રથમ શ્રેણી ક્રિકેટરમાં પદાર્પણ કરતો જોવા માટે ઇન્દોર પહોંચ્યાં હતાં. આ મેચ મધ્યપ્રદેશ અને ઓડિશા વચ્ચે રમાઇ હતી. આર્યમાને મધ્યપ્રદેશની ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કર્યું હતુ.

7

આ ખેલાડી બીજો કોઇ નહી પરંતુ દેશના સૌથી અમીર બિઝનેસમેનમાં સામેલ કુમાર મંગલમ બિરલાનો દીકરો આર્યમાન વિક્રમ બિરલા છે. આર્યમાનને રાજસ્થાન રોયલ્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં આદિત્ય બિરલા ગ્રુપના ચીફ કુમાર મંગલમ બિરલાની કુલ સંપત્તિ લગભગ 800 અબજ રૂપિયા છે. આર્યમાન બેટ્સમેન છે અને તેણે અત્યાર સુધી એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 85 હજાર કરોડના ઔદ્યોગિક સામ્રાજ્યનો વારસ IPLમાં માત્ર 30 લાખમાં ખરીદાયો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.