વિરાટ કોહલીએ કેમ ગેલનો સાથ છોડીને પોતાની ટીમમાં નહોતો લીધો? સેહવાગે ખોલ્યું રહસ્ય
ઉલ્લેખનીય છે કે, પંજાબના કેપ્ટન અશ્વિને બીજા બેટ્સમેન અને ગેલની વચ્ચે ડિફરન્સ બતાવતા કહ્યું કે, ગેલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટનો સૌથી અનુભવી અને સર્વાધિક રન સ્કૉર હાંસલ કરનારો બેટ્સમેન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને આગળ કહ્યું, 'ગેલ પીઠના દુઃખાવાથી ખુબ પરેશાન હતો, જેના કારણે તે ઓછું રમી શક્યો. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ તેને છોડી દીધો, એટલા માટે તે રન બનાવી શક્યો ન હતો. તેની સાથે બહુ ઓછા લોકો હતા, જે હરાજીના સમયે તેને ખરીદવા માંગતા હતા. જો હું તેને પ્લેઇંગ ઇલેવનમાં ના રમાડું તો તે માર્કેટમાં જગ્યા બનાવવા માટે સારો ખેલાડી છે. આ મારું કામ છે. આ દરમિયાન તેને એ પણ કહ્યું કે જો અમે પહેલા ગેલ પર બોલી બોલતા તો તે મોંઘો થઇ ગયો હોત.'
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબના આક્રમક બેટ્સમેન 'યૂનિવર્સ બૉસ' ક્રિસ ગેલની તોફાની બેટિંગથી બધા ચોંકી ગયા છે. તેને ક્રિકેટના સૌથીના નાના ફોર્મેટનો સૌથી અનુભવી અને સ્ટાર બેટ્સમેન ગણવામાં આવે છે. તે કોઇપણ સમયે મેચને બદલવાની તાકાત રાખે છે, પણ આઇપીએલની 11માં સિઝનમાં એકપણ ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ ના રાખ્યો. અંત સમયે પંજાબે તેને બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો. અહીં સહેવાગે ગેલને લઇને વધુ એક રહસ્ય ખોલ્યું છે.
ખરેખર, કિંગ્સ ઇલેવન પંજાબ ટીમના ડાયરેક્ટર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, અંત સમયે ગેલને ખરીદવાનો ખુલાસો કર્યો હતો. તેમને કહ્યું કે, 'તે ગેલ પાસેથી આવી જ ધમાકેદાર ઇનિંગની આશા રાખી રહ્યાં હતાં. શું આ બરાબર નથી? મે આઈપીએલ બચાવી – કોઇપણ ગેલથી બેસ્ટ નથી. હું ગેલ પાસેથી આવું જ કરવાની આશા રાખી રહ્યો હતો.'
તેને આઇપીએલ ઓક્શન 2018ના પહેલા બે રાઉન્ડ દરમિયાન કોઇ ફ્રેન્ચાઇઝી ન હોતો ખરીદ્યો. ગેલે પોતાની રમતથી સ્ટેડિયમમાં બેઠેલા પ્રસંશકોને ખુબ મનોરંજન કરાવ્યું હતું. શબ્દોમાં તેની ઇનિંગને વર્ણવવી મુશ્કેલ છે, તેની સ્ટાઇલ કમાલની છે અને જ્યારે તે પોતાના અંદાજમાં રમે છે, તો તેની બરાબરી કરવી મુશ્કેલ થઇ જાય છે.
ગેલે સીએસકે વિરુદ્ધ 63, એસઆરએચ વિરુદ્ધ અણનમ 104 અને કેકેઆર વિરુદ્ધ અણનમ 62 રનની શાનદાર ઇનિંગ રમી છે અને આ સિઝનમાં તે અન્ય ટીમો માટે ખતરો બનતો દેખાઇ રહ્યો છે. આ સિઝનમાં ગેલે અત્યાર સુધી 19 છગ્ગા ઠોકી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલની આ સિઝનમાં ગેલે પોતાની બેટિંગથી તોફાની ઇનિંગ રમી છે. ગેલે આ સિઝનમાં અત્યાર સુધી કુલ 5 મેચો રમી છે, જેમાં તેને એક સદીની સાથે 229 રન બનાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -