નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 13મી મેચ આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં પંજાબની ટીમમાં વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેઇલને સામેલ કરવામાં આવ્યો નથી. ક્રિસ ગેઇલના સ્થાને પંજાબે તેનું બોલિંગ આક્રમણ મજબૂત કરવા ઓલરાઉન્ડર સેમ કરેનને સ્થાન આપ્યું છે. પંજાબના કેપ્ટન અશ્વિન ટોસના સમેય ક્રિસ ગેઇલને લઇ કોઇ જાણકારી આપી નહોતી. તેથી તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જોકે, તેને ડ્રોપ કરવામાં આવ્યો કે ઇજાના કારણે રમાડવામાં નથી આવ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ટી 20 મેચના બેતાજ બાદશાહ ગણાતા ક્રિસ ગેઈલે શનિવારે મોહાલીના આઈએસ બ્રિંદ્રા સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. ક્રિસ ગેઈલ આઈપીએલના ઈતિહાસમાં 300 સિક્સર ફટકારનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. ટીમ ઈન્ડિયાનો કમાલ, સતત ત્રીજા વર્ષે ટેસ્ટ ગદા પર કર્યો કબ્જો, જાણો કેટલી રકમ મળશે IPLમાં 300 સિક્સ ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ ગેઈલ ગુજરાતમાં હજુ કેટલા દિવસ હિટવેવ રહેશે ? જુઓ વીડિયો