નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ધોનીની ધીમી બેટિંગને લઇને સૌ કોઇ તેની ટિકા કરી રહ્યાં છે, ત્યારે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ ધોનીને સલાહ આપી છે. મલિંગાના મતે ધોનીને હજુ પણ થોડાક વર્ષો ક્રિકેટ રમવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રિપોર્ટ એવા રિપોર્ટ છે કે ધોની હાલના વર્લ્ડકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે.



હવે શ્રીલંકાના 35 વર્ષીય ફાસ્ટ બૉલર મલિંગાએ આ અંગે પોતાની વાત કહી છે. મલિંગાએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ વર્લ્ક ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફિનીશર છે, અને યુવાઓ તેમના અનુભવનો લાભ મેળવી રહ્યાં છે, જે સારી વાત છે.



મલિંગાએ કહ્યું કે, ધોનીએ હજુ પણ એક-બે વર્ષ સુધી ક્રિકેટ રમવી જોઇએ. તેમને એવા ખેલાડીઓને તૈયાર કરવા જોઇએ જે મોટા મંચ પર ફિનીશરની ભૂમિકા નિભાવી શકે. ધોની હજુ પણ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનીશર છે, જેની જગ્યા લેવી મુશ્કેલ છે. નવા ખેલાડીઓએ તેમનાથી કંઇક શીખવુ પડશે.