સીતારમણે કહ્યું ગામડા, ગરીબ અને ખેડૂત અમારી યોજનાના કેન્દ્રબિન્દુ છે અને આમના માટે સરકાર મોટા પગલા ભરી રહી છે. ગામ, ગરીબ અને ખેડૂતો પર ખાસ ફોક્સ રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત સીતારમણે કહ્યું હતું કે, ખેડૂતોને પાકના પૂરતા ભાવ આપવા એ અમારી પહેલી પ્રાથમિકતા છે. સરકાર 2022 સુધીમાં 10,000નવા એફપીઓ બનાવશે.