દુનિયાનો ઘાતક બૉલર માલિંગા ડર્યો, કહ્યું- વર્લ્ડકપમાં ભારતના આ બેટ્સમેન સામે બૉલિંગ કરવી અઘરી, મને લાગે છે ડર
abpasmita.in | 16 Apr 2019 12:02 PM (IST)
હાર્દિંક પંડ્યાએ બેંગ્લૉર સામેની મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ રમીને મેચ જીતાડી હતી. તેને 37 (16) રનની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા
મુંબઇઃ હાલમાં આઇપીએલ ચાલી રહી છે. દરેક બેટ્સમેન પોતાની સ્ટ્રૉન્ગ બેટિંગ કરી રહ્યા છે. પણ આ બધાની હાર્દિક પંડ્યા સૌથી ઘાતક બેટ્સમેન બની રહ્યો છે. શ્રીલંકાના કેપ્ટન અને મુંબઇ ઇન્ડિયન્સના બૉલર લાસિથ મલિંગએ પોતે સ્વીકાર્યુ છે કે, હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાં ઘાતક બેટ્સમેન બની જશે. આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેન હાર્દિંક પંડ્યાની છેલ્લી ઓવરમાં રમેલી 16 બૉલમાં 37 રનની અણનમ ઇનિંગથી લાસિથ મલિંગ ડરી ગયો, માલિંગાએ મેચ બાદ ખુદ સ્વીકાર્યુ કે વર્લ્ડકપમાં હાર્દિંક પંડ્યા સામે બૉલિંગ કરવી સૌથી મોટો પડકાર છે, મને પણ તેની સામે બૉલિંગ કરવાનો ડર લાગે છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિંક પંડ્યાએ બેંગ્લૉર સામેની મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ રમીને મેચ જીતાડી હતી. તેને 37 (16) રનની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.