મહેન્દ્રસિંહ ધોની
ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની માટે આ અંતિમ વિશ્વ કપ હશે. ધોનીની ઉંમર 38 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપ સુધીમાં તે 42 વર્ષના થઈ જશે. આ માટે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હશે.
શિખર ધવન
ભારતીય ટીમનાં ઑપનર બેટ્સમેન શિખર ધવન આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનાં મુખ્ય ખેલાડીઓમાં સામેલ છે. શિખર ધવનની ઉંમર પણ હાલમાં 34 આસપાસ છે અને આગામી વર્લ્ડ કપમાં તેની ઉંમર 38 વર્ષની હશે. આ માટે આ વર્લ્ડ કપ તેનો અંતિમ વિશ્વ કપ હોઇ શકે છે.
કેદાર જાધવ
કેદાર જાધવ માટે પણ આ અંતિમ વર્લ્ડ કપ હશે. જાધવની ઉંરમ વર્લ્ડ કપ શરૂ થાય ત્યાં સુધીમાં 34 આસપાસની હશે અને આવતા વર્લ્ડ કપ સુધી તેની ઉંમર 38ની થઇ જશે. ફિટનેસનાં મામલે જાધવ પણ ધવનની માફક ખરાબ રેકૉર્ડ ધરાવે છે.
દિનેશ કાર્તિક
મહેન્દ્રસિંહ ધોનીનાં બીજા વિકલ્પ તરીકે વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ઉંમર વિશ્વ કપ શરૂ થાય ત્યારે 34ની આસપાસ હશે અને આવતા વિશ્વ કપ સુધી તે 38 વર્ષનો થઇ જશે. આવામાં આ તેનો અંતિમ વર્લ્ડ કપ હશે.