Lausanne Diamond League: પેરિસ ઓલિમ્પિક બાદ નીરજ ચોપડા આજે ફરી મેદાનમાં ઉતરશે. લુસાને ડાયમંડ લીગમાં સ્ટાર ખેલાડીઓ તેમની પ્રતિભા બતાવશે. પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા ભારતીય સમય અનુસાર બપોરે 12.20 વાગ્યે શરૂ થશે. તેને Jio સિનેમા એપ અને સ્પૉર્ટ્સ 18 પર જોઈ શકાય છે. ઓલિમ્પિક ફાઇનલમાં સ્થાન મેળવનારા એક બે નહીં પરંતુ 6 એથ્લિટ નીરજ ચોપડા સાથે ટકરાશે. જોકે, મોટી વાત એ છે કે, આ વખતે પેરિસ ઓલિમ્પિક ગૉલ્ડ મેડલ વિજેતા પાકિસ્તાની એથ્લિટ અરશદ નદીમ ભાગ લઈ રહ્યો નથી. નીરજ ચોપડાએ 2022 અને 2023માં લુસાને ડાયમંડ લીગનું ટાઇટલ જીત્યું હતું. નીરજે પેરિસ ઓલિમ્પિકમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ 89.45 મીટરનો થ્રૉ કરીને સિલ્વર મેડલ જીત્યુ હતુ. જોકે, પેરિસ ઓલમ્પિકમાં નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રૉ સાથે ગૉલ્ડ મેડલ જીત્યો હતો.
6 ઓલિમ્પિક ફાઇનાલિસ્ટ ટકરાશે
પાકિસ્તાની એથ્લિટ અરશદ ના રમી રહ્યો હોવા છતાં, નીરજ ચોપડાને બરાબરીને ટક્કર અને સ્પર્ધાનો સામનો કરવો પડશે. આ લીગમાં આજે કેન્યાના જુલિયસ યેગો (92.72), જર્મનીના જૂલિયન વેબર (89.54), ચેક રિપબ્લિકના જેકબ વડલેજ (90.88), ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ (93.07), લાતવિયાના એટેલેતાલો (86.44) અને મૉલ્ડોવાના એડ્રિયન માર્ડારે (68) ફાઇનલમાં છે. આ બધા નીરજને ટક્કર આપશે. ડાયમંડ લીગના અધિકારીઓ દ્વારા શરૂઆતમાં જે યાદી બહાર પાડવામાં આવી હતી તેમાં નીરજનું નામ ના હતું. નીરજ સંમત થયા બાદ ભારતીય સ્ટાર સહિત નવી યાદી તૈયાર કરવામાં આવી હતી.
આ દરમિયાન નીરજ ચોપડાએ તેની જાહેરાતની ફી વધારી દીધી છે. નીરજે તેની ફીમાં 1.5 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ નીરજની બ્રાન્ડ વેલ્યૂમાં જબરદસ્ત વધારો થયો છે. હાલમાં નીરજ દરેક જાહેરાત માટે 3 કરોડ રૂપિયા લે છે. તે વધારીને 4.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. નીરજ ક્રિકેટરો પછી ભારતના સૌથી મોંઘા એથ્લિટ છે.
નીરજ ચોપડા પાસે 21 બ્રાન્ડ્સ સાથે એન્ડૉર્સમેન્ટ ડીલ છે. પેરિસમાં મેડલ જીત્યા બાદ વધુ આઠ કંપનીઓ ટૂંક સમયમાં નીરજ સાથે કરાર કરી શકે છે. એવી અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં નીરજ 34 કંપનીઓ સાથે કરાર કરશે. આ પછી નીરજ જાહેરાતની કમાણી મામલે ઘણા ક્રિકેટરોને પાછળ છોડી દેશે.
આ પણ વાંચો
Cristiano Ronaldo એ લૉન્ચ કરી પોતાની યુટ્યૂબ ચેનલ, 3 કલાકમાં જ બન્યા 2 મિલિયનથી વધુ સબ્સક્રાઇબર્સ