નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ 338 વિકેટ અને પોતાના અંતિમ વનડે મુકાબલામાં જીત સાથે વિદાય લેવાનું કોનું સપનું ના હોય. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગાને શુક્રવારે શ્રીલંકાની ટીમે વિજયી વિદાય આપી હતી. શ્રીલંકાએ પ્રથમ વનડે મેચમાં બાંગ્લાદેશને 91 રનથી હરાવી પોતાના દિગ્ગજની વિદાઈને યાદગાર બનાવી હતી.




આ મેચ મલિંગા માટે અંતિમ મેચ હતી. જેમાં તેમણે ત્રણ વિકેટ લઈને વનડેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે બોલરોની યાદીમાં ભારતના અનિલ કુંબલને પાછળ છોડી દીધો છે. કુંબલેએ વનડેમાં 337 વિકેટ છે. જ્યારે મલિંગાએ કેરિયરનો અંત 338 વિકોટ સાથે કર્યો.

યોર્કરમેનને ક્રિકેટના અનેક દિગ્ગજ ખેલાડીઓએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકર, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, મહેલા જયવર્ધને જેવા દિગ્ગજોએ તેને ચેમ્પિયન ગણાવી ટ્વિટ કર્યા.