નવી દિલ્હી: ભારતના મહાન ફુટબોલર ચુન્ની ગોસ્વામીનું 82 વર્ષની વયે આજે નિધન થયું છે. ચુન્ની ગોસ્વામીનું નિધન હ્રદયરોગના હુમલાથી થયું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર ગોસ્વામીએ કોલકત્તાનાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.


ચુન્ની ગોસ્વામી 1962 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના કેપ્ટન હતા. ચુન્ની ગોસ્વામીએ ક્રિકેટમાં પણ મહારત હાંસલ કરી હતી અને તેમણ બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી હતી.

ચુન્નીના પરિવારે તેમના નિધન બાદ જણાવ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં પાંચ વાગ્યાની આસપાસ નિધન થયું. આ ઉપરાંત પરિવારે જાણકારી આપી હતી કે, તેઓને ડાયાબિટીસ, પ્રોસ્ટ્રેટ અને નર્વ સિસ્ટમથી સંબંધિત બીમારીઓ હતી.



ગોસ્વામીએ ભારત માટે ફુટબોલર તરીકે 1956થી 1964 સુધી 50 મેચ રમી હતી. જ્યારે ક્રિકેટર તરીકે 1962 અને 1973ની વચ્ચે 46 ફર્સ્ટ ક્લાસની મેચોમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું.