Lionel Messi Wins Ballon d'Or 2023 Award: લિયોનેલ મેસીએ 31 ઓક્ટોબરના રોજ પેરિસના થિયેટર ડુ ચેટલેટ ખાતે બલોન ડી'ઓર 2023 પુરસ્કાર જીત્યો. આર્જેન્ટિનાના સ્ટારને રેકોર્ડ આઠમી વખત ટાઇટલ જીતવા માટે માન્ચેસ્ટર સિટીના એર્લિંગ હાલેન્ડ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. જેણે ગત વખતે ટ્રિપલ ટાઈટલ જીત્યું હતું. મેસ્સી બેલોન ડી'ઓર એવોર્ડ જીતનાર પ્રથમ MLS ખેલાડી બન્યો છે. ઇન્ટર મિયામીના માલિક અને ફૂટબોલ લેજેન્ડ ડેવિડ બેકહામે મેસ્સીને આ સન્માન આપ્યું છે. લિયોનેલ મેસ્સી અગાઉ 2009, 2010, 2011, 2012, 2015, 2019 અને 2021માં બેલોન ડી'ઓર એવોર્ડ જીતી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, બેલોન ડી'ઓર ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે વ્યક્તિગત ખેલાડીને આપવામાં આવતું સન્માન છે. તે દર વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફૂટબોલ ક્લબ અને રાષ્ટ્રીય ટીમના ખેલાડીને આપવામાં આવે છે.
વિજેતાઓની સંપૂર્ણ યાદી
મેન્સ બેલોન ડી'ઓર - લિયોનેલ મેસ્સી.
મહિલા બેલોન ડી'ઓર - આઈતાના બોનમતી.
ગેર્ડ મુલર ટ્રોફી - એરલિંગ હાલેન્ડ.
યાચીન ટ્રોફી - એમિલિયાનો માર્ટિનેઝ.
સોક્રેટીસ એવોર્ડ - વિનિસિયસ જુનિયર.
કોપા ટ્રોફી - જુડ બેલિંગહામ.
મેન્સ ક્લબ ઓફ ધ યર - માન્ચેસ્ટર સિટી.
વિમેન્સ ક્લબ ઓફ ધ યર – એફસી બાર્સેલોના.