હૈદરાબાદ: સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂને જીત માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 146 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી વિલિયમસને સૌથી વધારે 56 રન બનાવ્યા હતા જ્યારે શાકિલ અલ હસને 35 રન બનાવ્યા હતા. સિરાજ-સાઉથીએ 3-3 વિકેટ ઝડપી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બંને ટીમો અત્યાર સુધી 10 મેચોમાં ટકારાઈ ચૂકી છે જેમાં હૈદરાબાદે 6 અને RCBએ ચાર મેચો જીતી છે. જો આજની મેચમાં SRH જીતશે તો પ્લેઑફમાં સ્થાન મેળવનારી પહેલી ટીમ બની જશે. બીજી તરફ કોહલીની ટીમ માટે હવે દરેક મેચ નોકઆઉટ જેવી છે. જાણો આ મેચમાં કયા ખેલાડીઓ પર પ્રદર્શન પર બધાની નજર ટકેલી હશે.